Last Updated on February 24, 2021 by
વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT-કેટ) દ્વારા વસ્તુ તથા સેવા કર (GST)ની જોગવાઇઓની સમીક્ષાની માંગને લઇને 26 ફેબ્રુઆરીએ ભારત બંધનું આહ્વાન કર્યુ છે. આ દિવસે દેશભરમાં તમામ વ્યાવસાયિક બજાર બંધ રહેશે. કેટનો દાવો છે કે આ દિવસે દેશભરના 8 કરોડથી વધુ વેપારી હડતાળ પર રહેશે કેટના નેતૃત્વમાં આગામી 26 ફેબ્રુઆરીએ જીએસટીની બેતૂકી તથા તર્કહીન જોગવાઇઓને પરત લેવાનો તથા ઇકોમર્સ કંપની એમેઝોન પર પ્રતિબંધ લગાવવાની માંગને લઇને ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે.
ઇકોમર્સ કંપની એમેઝોન પર પ્રતિબંધ લગાવવાની માંગને લઇને ભારત બંધનું એલાન
દેશના ટ્રાન્સપોર્ટ સેક્ટરના સૌથી મોટા સંગઠન ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિયેશનના પહેલા જ કેટના વ્યાપર બંધ હોવાના એલાનને ફક્ત સમર્થન દીધું છે એટલું જ નહીં તેને દિવસભર દેશભરમાં ટ્રાન્સપોર્ટને ચક્કાજામ કરવાની પણ જાહેરાત કરી છે. આ સિવાય મોટી સંખ્યામાં અનેક રાષ્ટ્રીય વ્યાપારી સંગઠનોએ પણ વ્યાપર બંધનું સમર્થન કર્યું છે. જેમાં ખાસ રીતે ઓલઈન્ડિયા એફએમસીજી ડ્રિસ્ટ્રીબ્યુટર્સ ફેડરેશન, ફેડરેશન ઓફ અલૂમિનિયીમ યુટેંસિલસ મેન્યુફેક્ચરસ્ એન્ડ ટ્રેડર્સ એસોશિયેશન, નોર્થ ઈન્ડિયા સ્પાઈસિક ટ્રેડર્સ એસોશિયેસન, ઓલ ઈન્ડિયા વુમેન એન્ટરપ્રિનિયર્સ એસોસિયેશન સહિતના સામેલ થયા છે.

ટેક્સ ઈનપુટ ક્રેડિટ મળશે નહી અને એવા વેપારીઓએ બીજી વખત ટેક્સ આપવો પડશે
કેટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભરતીયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે જીએસટીની અનેક વાહિયાત અને મનસ્વી જોગવાઈઓ હેઠળ, જો માલ વેચે છે તે વેપારી રિટર્ન ફાઇલ કરી રહ્યો નથી અથવા ટેક્સ ન ભરવા અથવા મોડું કરે છે તો તેના માટે ખરીદનાર પણ જવાબદાર છે જેના કારણે ખરીદ કરનાર વેપારીને આપેલા ટેક્સ ઈનપુટ ક્રેડિટ મળશે નહી અને એવા વેપારીઓએ બીજી વખત ટેક્સ આપવો પડશે. આ ક્યાંનો ન્યાય છે? મોગલો અને બ્રિટિશરોના યુગમાં પણ આવું બન્યું ન હતું.
GST પુરી રીતે એક ફેલ ટેકસ વ્યવસ્થા
કેટના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલ અને ભરતીયાએ GST કાઉંસિલ દ્વારા GSTના સ્વરૂપમાં પોતાના ફાયદા માટે વિકૃત કરવાનો આરોપ લગાવતા કહ્યુ કે, GST પુરી રીતે એક ફેલ ટેકસ વ્યવસ્થા છે. જીએસટીનું જે મૂળ સ્વરૂપ છે તેની સાથે જ છેડછાડ કરવામાં આવી છે. તમામ રાજય સરકારે પોતાના સ્વાર્થો પ્રતિ વધારે ચિંતિત છે. અને તેને તેમને ટેક્સ પ્રણાલીને સરળ બનાવવા અંગે કોઈ ચિંતા નથી. તમને જણાવી દઈએ કે કેટએ ગઈકાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર મોકલીને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપની વિનંતી કરી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31