Last Updated on February 24, 2021 by
ચીની માલ બહિષ્કાર કરવાની ભારતમાં ઝૂંબેશ ચાલે છે. ગલવાનમાં ચીનની અવળચંડાઈ પછી તો ભારતમાં આ ઝૂંબેશે જોર પકડયું હતું. સરકારે પણ ચીની કંપનીઓ પર વિવિધ પ્રતિબંધો મુક્યા હતા. એ વચ્ચે વાસ્તવિકતા એ છે કે 2020માં ચીન ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર બન્યું છે. ભારત-ચીન વચ્ચે 2020માં 77.7 અબજ ડૉલરનો વેપાર થયો. જોકે ફાર્માસ્યુટિકલ કંપનીઓએ ચીનથી આવતી મેડિકલ સામગ્રી, દવા માટેના કાચા માલ માટેની નિર્ભરતા ઘટાડવાનું નક્કી કર્યું છે.
ચીને વર્ષ દરમિયાન ભારતને 58.7 અબજ ડૉલરની સામગ્રી વેચી
ભારતીય પ્રજા રાષ્ટ્રહિત કોરણે મુકીને પણ મોટે પાયે ચાઈનિઝ સામગ્રી ખરીદે છે. એટલે ચીને વર્ષ દરમિયાન ભારતને 58.7 અબજ ડૉલરની સામગ્રી વેચી હતી. તેની સામે ભારત ચીનમા માંડ 19 અબજ ડૉલરની નિકાસ કરી શક્યું હતું.
ચીનમાં થતી નિકાસની સરખામણીએ આયાત અઢી ગણી વધારે છે. અલબત્ત 2019માં ચીન સાથેનો વેપાર 85.5 અબજ ડૉલર હતો, તેમાં ઘટાડો જરૂર થયો છે. ભારત વિશ્વમાં સૌથી મોટા દવા ઉત્પાદક દેશ પૈકીનો એક છે. ભારતીય કંપનીઓ જરૂરી એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈન્ગ્રેડિઅન્ટ્સ (એપીઆઈ) પૈકી અડધી સામગ્રી ચીનમાંથી મંગાવે છે.
અલબત્ત, દવા કંપનીઓ નિર્ણય લેશે તો પણ એ રાષ્ટ્રહિતમાં નહીં કંપનીઓના પોતાના હિતમાં લેશે. કેમ કે 2020માં કોરોનાને કારણે ચીનથી આવનારા એપીઆઈમાં કાપ મુકાયો હતો. એટલે હવે દવા કંપનીઓને ભારતમાંથી જ આવી ચીજો મેળવવાનો વિચાર આવ્યો છે.
વિદેશ વેપારની બાબતમાં અમેરિકાને પણ પાછળ રાખી દીધું છે. સારાસારી હોવા છતાં અમેરિકા-ભારતનો દ્વિપક્ષીય વેપાર 75.9 અબજ ડૉલર નોંધાયો હતો. અમેરિકા ભારતનું બીજા ક્રમનું જ્યારે યુએઈ ત્રીજા ક્રમનું ટ્રેડ પાર્ટનર રહ્યું હતું.
ચીનના ઉઈગુર કેમ્પમાં નરસંહાર થાય છે : કેનેડાના સાંસદો
કેનેડાના સાંસદોએ પણ ચીનના ઉઈગુર કેમ્પોની ટીકા કરી હતી. ચીન શિનજિયાંગ પ્રાંતમાં ઉઈગુર મુસ્લીમોને કેદમાં રાખે છે અને તેમની પાસેથી અમાનવિય રીતે કામ કરાવે છે. કેનેડાના સાંસદોએ સંસદમાં ચીનના દમન વિરૂદ્ધ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં ચીન ત્યા નરસંહાર, સામુહિક હત્યા કરતું હોવાની વાત પણ રજૂ થઈ હતી.
આ પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર થયો હતો. એટલે કે ચીનમાં ઉઈગુર મુસ્લીમો પર ત્રાસ ગુજારાય છે એ વાત કેનેડાએ માની હતી. ચીને કેનેડાના સાંસદોના આ પગલાંને શરમજનક ગણાવ્યું હતું. ચીને કહ્યું હતું કે ઉઈગુર વિશે પ્રસ્તાવ પાસ કરવાથી ચીનની વિકાસયાત્રામાં કોઈ ફરક પડવાનો નથી. પણ કેનેડાએ આ રીતે બીજા દેશોના મામલામાં પડવું ન જોઈએ.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31