GSTV
Gujarat Government Advertisement

કોરોનાથી હાહાકાર/ હવે ઘરમાંથી નીકળતા રાખજો સાવધાની : આ રાજ્યોનો તો ભૂલથી પણ ના કરતા પ્રવાસ, 24 કલાકમાં 40 હજાર કેસ

કોરોના

Last Updated on March 20, 2021 by

દેશમાં ફરી એક વખત કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણના નવા 40,906 કેસ નોંધાયા હતા જેમાં મહારાષ્ટ્રમાં 25,000થી વધુ કેસ નોંધાયા છે. ઉપરાંત 23,623 દર્દીઓ સાજા થયા હતા જ્યારે 188 લોકોના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,59,588 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,15,55,284 લોકો કોરોનાની લપેટમાં આવી ચુક્યા છે. તે પૈકીના 1,11,07,332 દર્દીઓ સાજા થઈ ગયા છે. જ્યારે સક્રિય કેસની સંખ્યા 2,88,394 છે.

કોરોના

ગુજરાતમાં કોરોનાએ 1400ની સપાટી વટાવી

ઉપરાંત અત્યાર સુધીમાં દેશમાં કુલ 4,20,63,392 લોકોને કોરોના વેક્સિન લગાવાઈ ચુકી છે. ગુજરાતમાં કોરોનાએ 1400ની સપાટી વટાવી હોય તેવું 6 ડિસેમ્બર એટલે કે 103 દિવસ બાદ પ્રથમવાર બન્યું છે. છેલ્લા 24 કલાકમાં વધુ ચાર લોકોએ કોરોના સામે જીવ ગુમાવ્યો છે.

રાજ્યમાં કોરોનાથી દૈનિક 3થી વધુના મૃત્યુ થયા હોય તેવું 13 જાન્યુઆરી બાદ પ્રથમવાર બન્યું છે. છેલ્લા ઘણા દિવસ બાદ દેશમાં એક જ દિવસમાં કોરોનાના નવા 40 હજાર જેટલા કેસો સામે આવ્યા છે. જે સાથે જ રાષ્ટ્રીય સ્તરે કોરોનાના કુલ કેસોની સંખ્યા 1,15,14,331 પર પહોંચી ગઇ છે.

કોરોના

દેશમાં 110 દિવસમાં પહેલી વખત કોરોનાના આટલા નવા કેસ

દેશમાં 110 દિવસમાં પહેલી વખત કોરોનાના નવા 39726 કેસો સામે આવ્યા છે, છેલ્લે 40 હજારથી વધુ કેસ 29મી નવેમ્બર 2020માં સામે આવ્યા હતા. મહારાષ્ટ્રમાં સતત બીજા દિવસે કોરોનાના નવા 25 હજારથી વધુ કેસો સામે આવ્યા છે. જેને પગલે ગમે ત્યારે લોકડાઉન લાગુ કરવામાં આવી શકે છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 1,415 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. રાજ્યમાં બરાબર 60 દિવસે એક્ટિવ કેસનો આંક 6 હજારને પાર થયો છે. હાલમાં 6,147 એક્ટિવ કેસ છે જ્યારે 67 દર્દી વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 2,83,864 જ્યારે કુલ મરણાંક 4,437 છે. ગુજરાતમાં છેંલ્લા સતત 11 દિવસથી કોરોનાના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે.

બીજી તરફ એક જ દિવસમાં કોરોનાને કારણે 154 લોકોના મોત નિપજ્યા છે. જે સાથે જ કુલ મૃત્યુઆંક પણ વધીને 1,59,370ની નજીક પહોંચી ગયો છે. કેટલાક રાજ્યો જેમ કે મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, ગુજરાત, કર્ણાટકા અને છત્તીસગઢમાં છેલ્લા કેટલાક દિવસથી એક્ટિવ અને દૈનિક કેસોમાં મોટા પાયે ઉછાળો જોવા મળ્યો છે.

કોરોના

ભારતમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 2,71,282એ પહોંચી

હાલ ભારતમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 2,71,282એ પહોંચી ગઇ છે જે કુલ કેસોની સરખામણીએ 2.82 ટકા છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોનાના એક્ટિવ કેસોમાં વધુ 18918નો ઉમેરો થયો છે.

મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં નવા 25833 કેસો સામે આવ્યા છે જે દેશભરના કુલ કેસોના 65 ટકા છે. જ્યારે પંજાબમાં 2369, કેરળમાં 1899 કેસો નોંધાયા છે. બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે કોરોનાના કેસો આટલી જ ગતીથી વધતા રહ્યા તો લોકડાઉન ફરી પુરા રાજ્યમાં લાગુ કરવામાં આવી શકે છે અને હાલ માત્ર એ જ એક માત્ર વિકલ્પ છે.

પંજાબમાં પણ આકરા પ્રતિબંધો લાગુ કરાયા છે. હવેથી પંજાબમાં આ મહિનાના અંત સુધી શૈક્ષણિક સંસૃથાઓને બંધ રાખવામાં આવશે. સુરતમાં કોરોનાના કેસનો રાફડો ફાટયો છે અને છેલ્લા 24 કલાકમાં 450 નવા કેસ નોંધાયા છે. જેમાં સુરત શહેરમાં 349-સુરત ગ્રામ્યમાં 101 કેસનો સમાવેશ થાય છે. સુરતમાં છેલ્લા 10 દિવસમાંં જ કોરોનાના 2,596 કેસ નોંધાઇ ચૂક્યા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33