GSTV
Gujarat Government Advertisement

સાચવજો/ કોરોનાએ માર્યો યુ-ટર્ન, ગુજરાત સહિત આ છ રાજ્યોમાં દેશના 80 ટકા નવા કેસ, જોઇ લો આ આંકડા

કોરોના

Last Updated on March 11, 2021 by

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 17921 કેસો સામે આવ્યા છે તેમાં મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુના જ 80 ટકા કેસો છે. જ્યારે દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા હવે 1.84 લાખે પહોંચી ગઇ છે. ભારતમાં કોરોનાના કુલ ટેસ્ટ કરાયા તેની સંખ્યા હવે 22 કરોડને પાર પહોંચી ગઇ છે. મહારાષ્ટ્રમાં ફરી એક જ દિવસમાં નવા 9927 કેસો નોંધાયા છે.

જ્યારે કેરળમાં 2316 અને પંજાબમાં નવા 1027 કેસો સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ભારતમાં કોરોનાને કારણે છેલ્લા 24 કલાકમાં 133 લોકોના મોત નિપજ્યા છે જેમાં પાંચ રાજ્યોમાં જ 77.44 ટકા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના દરદીઓમાં ફરી ભયંકર વધારો નોંધાયો છે.

કોરોના

શું ફરી થશે લોકડાઉન?

રાજ્યમાં લોકડાઉન ફરી મૂકવા આવશે કે નહિં એવી અટકળો વચ્ચે રાજ્યના મુખ્ય પ્રધાને સલએવા સંકેત આપ્યા છે કે જો કોરોના નિયંત્રણમાં નહિં રહે તો જરૂરથી આકરા પગલાં લેવા પડશે. આથી નાગરિકોએ પોતે કાળજી રાખીને કોરોનાના નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો કે આજે મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 13,659 કેસ નોંધાયા હતા અને 54 દરદીના મોત થયા હતા.

જ્યારે 9913 દરદી સાજા ડિસ્ચાર્જ અપાયા હતા. અને રાજ્યમાં આજ દિને કોરોનાના 99,008 દરદી સક્રિય છે. એટલે કે આ દરદી વિવિદ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે, એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. મહારાષ્ટ્રમાં આજે સુધી 1 કરોડ 71 લાખ 15 હજાર 534 લોકોના કોરોના ટેસ્ટ કરાયા હતા.

કોરોના

સાજા થયેલાનો કુલ આંકડો 1.09 કરોડ, દેશભરમાં અત્યાર સુધીમાં 22.34 કરોડ સેંપલનું ટેસ્ટિંગ કરાયું

20 લોકોના મોત સાથે બીજા ક્રમે પંજાબ અને કેરળમાં 16 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. 19 રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે કોઇનું મોત નથી થયું. સાથે જ જે લોકો સાજા થઇ ગયા છે તેનો આંકડો 1.09 કરોડે પહોંચી ગયો છે.

જે સાથે જ દેશમાં રિકવરી રેટ હવે 96.96 ટકા છે.દેશભરમાં અત્યાર સુધીમાં 22,34,79,877 સેંપલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. માત્ર એક જ દિવસમાં 7.63 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દેશભરમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 1,58,063 લોકોએ જીવ ગૂમાવ્યો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33