Last Updated on February 24, 2021 by
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉભા રહેલા ૩૦ જેટલા અપક્ષો અથવા ૯૭ જેટલા અન્ય પક્ષના ઉમેદવારો સીધી અથવા આડકતરી રીતે ભાજપ અથવા કોંગ્રેસના ઉમેદવારોની હાર માટે જવાબદાર બન્યા છે. અપક્ષોને ૩૨૭૦૪ મતો તેમજ અન્ય પક્ષોના ઉમેદવારોને ૭૦ હજારથી વધુ મતો પ્રાપ્ત થયા હતાં.
ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનની ચૂંટણીમાં વિવિધ વોર્ડમાં ઉભા રહેલા અપક્ષ અથવા અન્ય પક્ષોના ઉમેદવારો રાજ્યમાં બે મુખ્ય પક્ષો ભાજપ તેમજ કોંગ્રેસના ઉમેદવારોને હરાવવા માટે મહત્વના પરીબળ બની રહેતા હોય છે. વડોદરાના કુલ ૧૯ વોર્ડમાં કુલ ૩૦ અપક્ષ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું જેમાં વોર્ડ નં-૧૨માં સૌથી વધુ ૮ અપક્ષો ચૂંટણીમાં ઉભા હતાં. જ્યારે વોર્ડ-૮માં ૪ અપક્ષો, વોર્ડ-૪ અને ૧૩માં ૩ તેમજ અન્ય વોર્ડમાં એક-એક અપક્ષો ચૂંટણી મેદાનમાં હતાં. વોર્ડ નંબર-૩,૫,૬,૭,૧૫ અને ૧૮માં એક પણ અપક્ષ ઉમેદવાર ચૂંટણી સ્પર્ધામાં ન હતો.
ડિપોઝીટ પણ ગઈ અને આબરૂ પણ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી બાદ યોજાયેલી મતગણતરીમાં ૧૩૬ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવવી પડશે. આ ઉમેદવારોમાં કોંગ્રેસના ૭ ઉમેદવારોનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે આજે યોજાયેલી મતગણતરી બાદ ચૂંટણીપંચ દ્વારા નક્કી કરાયેલા નિયમ મુજબ વડોદરાની ચૂંટણીમાં ઉભા રહેલા કુલ ૨૭૯ ઉમેદવારો પૈકી અડધા જેટલા ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ ગુમાવવાનો વારો આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોએ ડિપોઝિટ જાળવી રાખી છે જ્યારે કોંગ્રેસના સાત ઉમેદવારોને બાદ કરતા કોંગ્રેસના અન્ય ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવવી નહી પડે
આ સિવાય કોર્પોરેશનની ચૂંટણીમાં ઉભા રહેલા આપ, બીએસપી, આરજેપી, બીટીપી તેમજ અપક્ષો સહિતના તમામ ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ ગુમાવવાનો વારો આવ્યો છે. કોર્પોરેશનના કુલ ૧૯ વોર્ડમાં વોર્ડ નંબર-૧૫ના તમામ સ્પર્ધક ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ જાળવી રાખી હતી. ટૂંકમાં ચૂંટણી ઉભા રહેલા કુલ ઉમેદવારો પૈકી ૪૯ ટકા ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ ગુમાવી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31