GSTV
Gujarat Government Advertisement

India vs England: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાની ઝંઝાવાતી શરૂઆત, 112 રનમાં સમેટાઈ ગઈ ઈંગ્લેન્ડની ટીમ

Last Updated on February 24, 2021 by

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ચાર મેચોની ટેસ્ટ સીરીઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રેસમાં બની રહેવા માટે બંને ટીમો માટે આ મેચ મહત્વની છે. અમદાવાદમાં પિંક બોલ ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિગ્સમાં 112 રને ધબડકો થઈ ગયો છે. ભારત તરફથી અક્ષર પટેલે સૌથી વધારે 6 વિકેટ લીધી હતી.

ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ્સ 112 રનમાં સમેટાઈ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ ઝંઝાવાત શરૂઆત કરી છે. તેણે પ્રથમ ઈનિગ્સમાં 112 રન પર વિરોધ ટીમને સમેટી લીધી છે. ઈંગ્લેન્ડની આખી ટીમ 48.4 ઓવર જ રમી શકી હતી. ભારત તરફથ અક્ષર પટેલે સૌથી વધારે 6 વિકેટ લીધી હતી. તો વળી આર અશ્વિને 3 અને ઈશાંત શર્માએ એક વિકેટથી ખાતુ ખોલ્યુ હતું. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધારે રન ક્રોઉલીએ 53 રન કર્યા હતા.

બંને ટીમ:

  • ભારત: રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, રહાણે, રિષભ પંત, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઈશાંત શર્મા અને જસપ્રીત બુમરાહ.

  • ઈંગ્લેન્ડ: ડોમ સિબલી, જેક ક્રાઉલી, જોની બેયરસ્ટો, જો રૂટ, બેન સ્ટોક્સ, ઓલી પોપ, બેન ફોક્સ, જોફ્રા આર્ચર, જેક લીચ, સ્ટુઅર્ટ બ્રોડ અને જેમ્સ એન્ડરસન.

ઈશાંતની ટેસ્ટ કેરિયરની 100મી ટેસ્ટ


આ ટેસ્ટ ભારતના ઝડપી બોલર ઈશાંત શર્માની કેરિયરની 100મી ટેસ્ટ છે. આ સિદ્ધિ મેળવનાર ઈશાંત ભારતનો બીજો બોલર છે. આ પહેલા કપિલ દેવે 131 ટેસ્ટ રમી હતી. 18 વર્ષની ઉંમરમાં ડેબ્યુ કરનાર ઈશાંત રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે, મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીના સુકાનીપદ નીચે રમી ચૂક્યો છે. તેણે દ્રવિડના સુકાની પદ હેઠળ 25 મે 2007માં બાંગ્લાદેશ સામે ડેબ્યુ કર્યું હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33