GSTV
Gujarat Government Advertisement

મોટેરા બનશે કોરોનાનું એપીસેન્ટર/ એક પણ પ્રેક્ષકને કોરોના નીકળ્યો તો અમદાવાદમાં થશે ગંભીર સ્થિતિ, હતી 66 હજારની ભીડ

મોટેરા

Last Updated on March 13, 2021 by

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ વન ડે માટેની ટીકીટો વેચતા અગાઉ ગુજરાત ક્રિકેટ એસોસિએશને એવી કોઇ જાહેરાત નહતી કરી કે સ્ટેડિયમની 1,35,000 પ્રેક્ષકોની ક્ષમતા સામે 50 ટકા એટલે કે 60,000 ટીકીટો જ વેચવામાં આવશે. જવાબદાર નાગરિકોથી માંડી મીડિયા અને ગુજરાત હાઇકોર્ટે પણ રાજ્ય સરકાર તેમના મહત્વકાંક્ષી રાજકીય ધ્યેય સિધ્ધ કરવા ભારે બેજવાબદાર વર્તન કરી રહ્યું છે જેના લીધે કોરોનાની ફરી ગંભીર સ્થિતિ સર્જાઇ શકે છે.

કોરોના

મેચના દિવસે જ જીસીએને બ્રહ્મજ્ઞાન : 50 ટકા પ્રેક્ષકોને જ પ્રવેશ અપાશે

સખ્ત નિર્દેશ પછી ગુજરાત ક્રિકેટ એસોસિએશને તેમની શરમજનક હરકત છૂપાવતા છેક મેચના દિવસની બપોરે જાહેરાત કરી છે કે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ વન ડે 50 ટકા પ્રેક્ષકો સાથે અને કોરોનાના પ્રોટોકોલ જાળવી રમાડાશે. જોકે ગઇકાલે રમાયેલી પ્રથમ ટી-20ની 66000થી વધુ ટીકીટો વેચાઇ ચૂકી હોઇ તેમજ બીજા પાસ હોલ્ડર, સ્વયંસેવકો, કાર્યકરોથી સ્ટેડિયમ 65 ટકાથી વધુ ભરચક હતું. કોઇ પ્રકારનું સોશિયલ ડિસ્ટેન્સિંગ શક્ય જ ન હતું.

મેચના દિવસે જ 50 ટકા પ્રેક્ષકોની આવી જાહેરાતથી સ્પષ્ટ થયું છે કે જીસીએનો ઈરાદો તો 1,35,000 પ્રેક્ષકોથી સ્ટેડિયમ ખીચોખીચ ભરવાનો હતો. પણ ચોતરફથી ટીકા થતા તેમજ કોરોનાનું સંક્રમણ વધશે જ તે પામી જતા તેમનો ચહેરો છૂપાવવાનો આ પ્રયત્ન માત્ર છે પણ હવે ઘણું મોડુ થઇ ચૂક્યું છે.

શહેરમાં સંયમથી ચા, નાસ્તો કરતા નાગરિકો પર દંડા : રેસ્ટોરા, પાર્લર સીલ જ્યારે મોટેરામાં હજારો પ્રેક્ષકોની ખાણીપીણી

ખરેખર તો પાંચ-પચ્ચીસની ભીડ જમા કરી રાત્રે ચાની કિટલી પર કે સંયમ સાથે ફાસ્ટ ફૂડ આરોગતા નાગરિકો પર પણ પોલીસ દંડા ફેરવે છે અને કોર્પોરેશન રેસ્ટોરા, ફૂડ પાર્લર જોઇન્ટસને સીલ કરી દે છે જ્યારે અમદાવાદના સ્ટેડિયમમાં તો 66,000થી વધુ પ્રેક્ષકો નજીક નજીક બેસીને મેચ માણતા હતા. ખાણી-પીણી પર હજારોની સંખ્યામાં ભીડ હતી.

સ્ટેડિયમમાં પહોંચવાના બે કલાક અને મેચ જોવાના 4 કલાક તે પછી છૂટીને બહાર નીકળવું, પાર્કિંગ સુધી પહોંચવું આ તમામ સ્થિતિમાં સતત માસ્ક પહેરી રાખવું શક્ય જ નથી. જે ટીકીટો વેચાઇ છે તેમાં પણ એક સીટ છોડીને બેસવાનો નંબર એલોટ નથી થયો. આટલા મોટા સ્ટેડિયમમાં કેટલા પ્રેક્ષકો પર નજર રહે. આ જ પ્રેક્ષકો તેમના ઘેર, ઓફિસ, સોસાયટીમાં જઇને કોરોનાનો રાફડો ફાટે તેમ સંક્રમણનો ગુણાકાર કરી શકે છે.

આશ્ચર્યની વાત તો એ છે કે 9 એપ્રિલથી આઇપીએલ શરૂ થવાની છે. ભારતીય ક્રિકેટ બોર્ડે આઇપીએલની શરૂની મેચો પ્રેક્ષકો વગર રમાશે અને તે પછી મેચના જે પણ કેન્દ્રો છે ત્યાં કોરોનાના કેસોની કેવી સ્થિતિ પ્રવર્તે છે તે જોઇને કેટલા પ્રેક્ષકો સમાવવા તેવો નિર્ણય લેવાશે તેમ યોગ્ય જાહેરાત કરી છે.

મોટેરા

માસ્ક વગર સાવ નજીક બેસીને હજારો પ્રેક્ષકોએ મેચ માણી

આઇપીએલની અમદાવાદમાં 26 એપ્રિલથી મેચ રમાનાર છે તો પણ તે પ્રેક્ષકો સાથે રમાશે કે નહીં તે નક્કી નથી. 9 એપ્રિલથી શરૂ થતી આઇપીએલની મેચો પ્રેક્ષકો વગર રમાવાની હોય તો આજથી શરૂ થયેલી ટી-20માં 65,000 પ્રેક્ષકોની પરવાનગી પણ અક્ષમ્ય કહી શકાય.

હજુ એ પણ સ્પષ્ટ નથી થયું કે ગુજરાત રાજ્યની કોરોના માટેના નિયમો જાહેરાત કરવાની સત્તા છે કે ગુજરાત ક્રિકેટ એસોસિએશનની. 50 ટકા પ્રેક્ષકોની જાહેરાત જીસીએ દ્વારા થઇ છે જ્યારે મંદિરોમાં દર્શન, તહેવારોની ઉજવણી, થિયેટર, હોલમાં પ્રેક્ષકોની સંખ્યા બાબત રાજ્ય સરકાર નિર્ણય લે છે.

ક્રિકેટ મેચના પ્રેક્ષકોના સંદર્ભમાં રાજ્ય સરકારનું કૂણું વલણ આઘાત અને આશ્ચર્યજનક છે. સ્ટેડિયમમાં અમૂક સ્ટેન્ડમાં પ્રેક્ષકો મોંઘી ટીકીટ હતી તેમાં ઓછા હતા પણ અન્ય 70 ટકા સ્ટેન્ડ પર એકબીજાની લગોલગ માસ્ક વગર મેચ માણતા હતા. નાગરિકોનો બહોળો વર્ગ આક્રોશ ઠાલવતો હતો કે મોટેરા કોરોનાનું એપિસેન્ટર ન બને તો સારૂ.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33