GSTV
Gujarat Government Advertisement

1st ODI : ટીમ ઈન્ડિયાનો વિજય રથ યથાવત, પ્રથમ વન-ડેમાં જ કોહલીની ટીમે ઈંગ્લેન્ડને 66 રને હરાવ્યું

Last Updated on March 23, 2021 by

ત્રણ વન ડે સિરીઝની પુણેમાં રમાઇ રહેલી પ્રથમ મેચમાં ભારતે 66 રને ઇંગ્લેન્ડને હરાવી દીધું છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 5 વિકેટે 317 રન બનાવ્યા હતાં. તેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 42.1 ઓવરમાં 251 રનમાં ઓલઆઉટ થઈ ગઇ હતી. જેથી ભારતે મેચ જીતીને ત્રણ વન ડે સિરીઝમાં 1-0ની લીડ હાંસલ કરી લીધી છે. તમને જણાવી દઇએ કે, 2019 ના વનડે વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે ભારતને 31 રને હરાવ્યું હતું. જ્યારે આ મેચમાં ભારતે જીતી મેળવીને 2019માં થયેલી હારનો બદલો લીધો છે. આ સાથે જ પ્રસિદ્વ કૃષ્ણા ડેબ્યુ પર 4 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો છે. હવે સિરીઝની બીજી વનડે પુણેમાં જ 26 માર્ચના રોજ રમાશે.

પ્રસિદ્ધ કૃષ્ણા બન્યો 4 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર

આજની આ મેચમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 8.1 ઓવરમાં 54 રન આપી 4 વિકેટ લીધી હતી અને એક ઓવર મેડન ફેંકી હતી. ભારત તરફથી વનડે ક્રિકેટમાં પર્દાપણ કરનાર કોઈ પણ બોલરનો આ અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ આંકડો છે એટલે કે ભારત તરફથી કૃષ્ણાએ ડેબ્યૂ મેચમાં સૌથી બેસ્ટ બોલિંગ કરીને ડેબ્યુ પર 4 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો છે.

આજની આ મેચમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ ચાર વિકેટ ઝડપી હતી તો શાર્દુલ ઠાકુરને ત્રણ સફળતા હાંસલ થઇ હતી. પ્રસિદ્ધે જેસન રોય, બેન સ્ટોક્સ, સેમ બિલિંગ્સ અને ટોમ કરનને બોલ્ડ કર્યા હતાં. તો શાર્દુલે જોની બેયરસ્ટો, ઇયોન મોર્ગન અને જોસ બટલરને પેવેલિયન પરત મોકલી આપ્યાં હતાં. જ્યારે ભુવનેશ્વર કુમારને બે અને ક્રુણાલ પંડ્યાને એક વિકેટ મળી હતી.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33