GSTV
Gujarat Government Advertisement

પાકિસ્તાની પીએમ સામે વધ્યું સંકટ / નાણામંત્રીની હાર બાદ ઈમરાન ખાનનું નિવેદન, વિપક્ષમાં બેસવા તૈયાર

Last Updated on March 5, 2021 by

ઈસ્લામાબાદની સેનેટની ચૂંટણીમાં પાકિસ્તાનના નાણામંત્રી અબ્દુલ હાફીઝ શેખનો પરાજય થયો હતો. એ પછી ઈમરાન ખાનની સરકાર લઘુમતિમાં આવી ગયાનો દાવો થયો હતો. એ દાવા વચ્ચે ઈમરાન ખાને રાષ્ટ્રજોગ સંબોધન કરીને સ્વીકાર્યું હતું કે તેના ૧૫-૧૬ સાંસદો વેચાઈ ગયા છે અને તે વિપક્ષમાં બેસવા તૈયાર છે.

ઈમરાન ખાને કર્યું પ્રજાજોગ સંબોધન

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રાષ્ટ્રજોગ સંબોધન કરતી વખતે કહ્યું હતું કે મારી પાર્ટીના ૧૫-૧૬ સાંસદો વેચાઈ ગયા છે. વિપક્ષના નેતા યુસુફ રઝા ગીલાની પર આરોપ લગાવતા ઈમરાને કહ્યું હતું કે ગીલાનીએ સાંસદોને બે-બે કરોડ રૃપિયા આપ્યા છે. ગીલાનીએ ચૂંટણીમાં પાણીની જેમ પૈસા વહાવીને સાંસદોને ખરીદી લીધા હોવાનું ઈમરાને કહ્યું હતું.

સરકાર પડશે તો વિપક્ષમાં બેસશે ઈમરાન ખાન

ઈમરાન ખાને ઉમેર્યું હતું કે મારી સરકાર જો લઘુમતિમાં આવી ગઈ હશે તો હું વિપક્ષમાં બેસવાનું પસંદ કરીશ. હું પૈસા આપીને સાંસદોને ખરીદીશ નહીં. ઈમરાન ખાનને સંસદમાં બહુમતિ સાબિત કરવાનો પડકાર મળ્યો છે. આવતા સપ્તાહે તે સંસદમાં વિશ્વાસનો મત સાબિત કરશે. જો જરૃરી સમર્થન નહીં મળે તો ઈમરાન ખાનની સરકારનું પતન થશે.

સેનેટ બેઠકની ચૂંટણીમાં થઇ હતી નાણામંત્રીની હાર

ઈસ્લામાબાદની સેનેટની બેઠકની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીપંચના કહેવા પ્રમાણે ૩૪૦ મત પડયા હતા. એમાંથી ૧૬૯ મતો યુસુફ રઝા ગીલાનીને મળ્યા હતા. ૧૬૪ મતો અબ્દુલ હાફીઝ શેખને મળ્યા હતા. સાત મતો રદ્ જાહેર થયા હતા. ચૂંટણી જીતવા માટે ૧૭૨ મતો મેળવવા જરૃરી હતા. પાકિસ્તાનની સત્તાધારી પાર્ટી તહેરિક-એ-પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેમની પાર્ટી પાસે ૧૮૨ સભ્યોનું સમર્થન છે. ક્રોસવોટિંગ મુદ્દે ઈમરાન ખાને ચૂંટણીપંચની ટીકા કરી હતી.

સરકાર લઘુમતીમાં આવ્યાનો વિપક્ષનો દાવો

ઈમરાન ખાનની સરકાર લઘુમતિમાં આવી ગઈ હોવાનો દાવો વિપક્ષોએ કર્યો હતો અને બહુમતિ સાબિત કરવાનો પડકાર ફેંક્યો હતો. એ પછી ઈમરાન ખાનની ખુરશી ખતરામાં છે. ઈમરાન ખાન માટે સત્તામાંથી વિપક્ષમાં બેસવાની સ્થિતિ સર્જાઈ ગઈ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33