GSTV
Gujarat Government Advertisement

‘હું ગધેડા જેવી છું, અધિકારી પરિવારનો સાચો ચહેરો ન ઓળખી શકી’ મમતા બગડ્યાં

અધિકારી

Last Updated on March 22, 2021 by

તૃણમૂલ કોંગ્રેસના સર્વેસર્વા મમતા બેનરજીએ અધિકારી પરિવારનો સાચો ચહેરો ઓળખી નહીં શકવા બદલ પોતાને જ દોષ આપ્યો હતો. મમતાએ પોતાને જ ‘ગધેડા જેવાં’ ગણાવ્યા હતા. દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ અને ભાજપના હેવીવેઈટ શુવેન્દુ અધિકારીના પિતા શિશિર અધિકારી રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.

અધિકારી

તૃણમૂલ સાંસદ શિશિર અધિકારી ભાજપમાં જોડાયા

બંગાળના પૂર્વ મિદનાપુર જિલ્લાના અધિકારી પરિવાર સામે ગુસ્સો ઠાલવતાં મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, તેમણે તો એવી પણ અફવા સાંભળી છે કે ‘તેમણે’ (અધિકારી પરિવાર) જંગી એમ્પાયર ઊભું કર્યું છે. મમતાએ પૂર્વ મિદનાપુરમાં રવિવારે એક રેલીને સંબોધન કરતાં જણાવ્યું કે, ‘હું ગધેડા જેવી છું કે આવા લોકોને ઓળખી ન શકી. હું મારી આ ભૂલ માટે લોકોની માફી માગું છું. મને તેમના અંગે કંઈ ખબર નથી, પરંતુ લોકો કહે છે કે અધિકારી પરિવારે જંગી સંપત્તિ ભેગી કરી દીધી છે. તેઓ આ નાણાંનો ઉપયોગ મત ખરીદવા માટે કરી શકે છે.’ તેમણે ઉમેર્યું કે પોતે ફરી સત્તામાં આવ્યા પછી અધિકારી પરિવાર સામેના કથિત આક્ષેપોની તપાસ કરાવશે. મમતા બેનરજીએ અધિકારી પરિવારને ‘મીર જાફર’ સાથે સરખાવ્યો હતો અને કહ્યું કે બંગાળના લોકો આ દગાખોરોને સાંખી લેશે નહીં અને તેમને ચૂંટણીમાં જબરજસ્ત જવાબ આપશે.

અધિકારી પરિવારે જંગી એમ્પાયર ઊભું કર્યું હોવાનું લોકો કહે છે, બંગાળના લોકો આ દગાખોરોને સાંખી લેશે નહીં : મમતા

દરમિયાન બંગાળના પુર્વ મિદનાપુર જિલ્લામાં પ્રભુત્વ ધરાવતા અધિકારી પરિવારના વરિષ્ઠ નેતા શિશિર અધિકારીએ જણાવ્યું હતું કે, તૃણમૂલ કોંગ્રેસમાં આગળ આવવા માટે તેમણે આકરી મહેનત કરી હતી, પરંતુ તેમની તથા તેમના પુત્ર શુભેન્દુ સાથે અયોગ્ય વર્તન થતાં તેમણે આખરે પક્ષ બદલવો પડયો છે. અમે બંગાળમાં બધા જ રાજકીય હુમલાઓ અને અત્યાચારોનો સામનો કરીશું. આ સાથે લોકસભાના સાંસદ શિશિર અધિકારીએ ‘જય શ્રીરામ’ અને ‘ભારત માતા કી જય’નો સૂત્રોચ્ચાર કર્યો હતો. શિશિર અધિકારીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે નંદીગ્રામમાં મમતા બેનરજીનો સામનો કરનાર તેમનો પુત્ર શુભેન્દુ જંગી માર્જિનથી આ બેઠક જીતી જશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33