Last Updated on March 26, 2021 by
ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, બીજી તરફ અમદાવાદ શહેરમાં પણ કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ગત વર્ષ જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.બીજી તરફ અમદાવાદ શહેર ફરીથી એપી સેન્ટર બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. IIM ઈન્સ્ટીટ્યુટમાં કોરોના વિસ્ફોટ થયો છે. 38 વિદ્યાર્થીઓ સહિત કુલ 40 લોકોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેમાંથી 5 વિદ્યાર્થીઓ મેચ નિહાળવા ગયા હતા.
38 વિદ્યાર્થીઓ સહિત કુલ 40 લોકોનો રિપોર્ટ પોઝિટીવ
પાંચનો પોઝિટીવ રિપોર્ટ આવતા IIM કેમ્પસમાં હડકંપ મચ્યો હતો, બીજી તરફ આ મેચમાં વધુને વધુ પ્રેક્ષકો ભેગા કરવાની લ્હાયમાં લોકોની જીંદગી હાલ દાવ પર લાગી ગઈ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 12 માર્ચે મેચ જોઈને આવેલા iimના વિદ્યાર્થીઓ બન્યા સુપર સ્પેડર, મેચ જોયા બાદ સંક્રમિત થયેલા વા 5 વિદ્યાર્થીઓએ છૂપાવ્યું હતું.
મેચ જોયા બાદ સંક્રમિત થયેલા વા 5 વિદ્યાર્થીઓએ છૂપાવ્યું
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 12 માર્ચે મેચ જોઈને આવેલા iimના વિદ્યાર્થીઓ બન્યા સુપર સ્પેડર
અમદાવાદના આઈઆઈએમમાં કોરોનાના થયેલા વિસ્ફોટ અંગે સૌથી મોટો ખુલાસો થયો છે. આઈઆઈએમના 6 વિદ્યાર્થીઓ 12મી માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા ગયા હતા. જેમાથી 6 પૈકી પાંચ વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પાંચ વિદ્યાર્થીઓ બાદ અન્ય વિદ્યાર્થી અને સ્ટાફને પણ કોરોનાનું સંક્રમણ લાગ્યુ. તો બીજી તરફ પાંચેય વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે કોરોના પોઝિટિવ હોવાની માહિતી છુપાવી હતી.
પાંચેય વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે કોરોના પોઝિટિવ હોવાની માહિતી છુપાવી
AMCના ડોમ ઉપર કોરોના ટેસ્ટ કરાવતી સમયે વતન ના સરનામા લખાવ્યા હતા. આઈઆઈએમમાં બાકીના વિદ્યાર્થીઓનું ગુરુવારે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં 17 વિદ્યાર્થીના કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે હવે IIM કેમ્પસમાં કોરોનાનો આંકડો 40 પર પહોંચ્યો છે. 17 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા હતા. કોરોના ટેસ્ટ કરતાં બે પ્રોફેસર પણ પોઝિટિવ, અમદાવાદ IIM કેમ્પસમાં 10થી વધુ ડોમને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામા આવ્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31