Last Updated on March 25, 2021 by
અમદાવાદ શહેર IIM માં પણ કોરોનાનો પગ પેસારો થયો છે. પ્રખ્યાત ઈન્સિટીટ્યુટમાં 22 કેસો નોઁધાતા તંત્રમાં ખળભળાટ મચ્યો છે. શહેરમાં કોરોના વાયરસ બેકાબુ બન્યો છે. શહેરમાં સતત 5માં દિવસે હાઇએસ્ટ 506 કેસ આવ્યા છે. બીજી તરફ IIM સંસ્થાના 80 રૂમ કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂકાયા છે.પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે. IIM સંસ્થામાં 22 કેસો નોંધાવાથી આરોગ્ય તંત્રમાં પણ હડકંપ મચ્યો છે. બીજી તરફ કોરોનાનું એપી સેન્ટર શિક્ષણ સંસ્થાઓ પણ બની રહી છે. ઉલ્લેખનીય છે છેલ્લા 24 કલાકમાં 500થી વધુ કેસો માત્ર અમદાવાદ શહેરમાં નોઁધાવાથી શહેર કોરોના વાયરસના ખપ્પરમાં હોમાઈ રહ્યું છે.
શહેર કોરોના વાયરસના ખપ્પરમાં
IIM ના 80 રૂમ કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા
- IIM માં પણ કોરોનાનો પગ પેસારો
- IIM માં 22 કેસ પોઝિટિવ આવતા ખળભળાટ
- IIM ના 80 રૂમ કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા
- શહેરમાં કોરોના બની રહ્યો છે બેકાબુ
- શહેરમાં સતત 5માં દિવસે હાઇએસ્ટ 506 કેસ
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે.મંગળવારે કોરોનાના કુલ 502 કેસ નોંધાયા બાદ બુધવારે નવા કુલ 506 કેસ નોંધાવા પામ્યા છે.ઉપરાંત બે લોકોનાં મોત નિપજયાં છે.આમ છેલ્લા બે દિવસમાં કોરોનાના કુલ 1008 કેસ નોંધાયા છે.કોરોનાના કેસ વધવાની સાથે એકિટવ કેસ પણ ખુબ ઝડપથી વધી રહ્યા છે.હાલમાં શહેરમાં કુલ 1389 એકિટવ કેસ નોંધાયેલા છે.
મ્યુનિ.ના સીરો સર્વેલન્સ ની નોંધ ઈન્ડિયન જર્નલ ઓફ પબ્લિક હેલ્થમાં લેવાઈ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત વર્ષે ઓગસ્ટમાં બીજો સીરો સર્વેલન્સ કરવામાં આવ્યો હતો.આ સર્વેલન્સના તારણોને ટાંકીને તેની નોંધ ઈન્ડિયન જર્નલ ઓફ પબ્લિક હેલ્થના ઈશ્યૂમાં લેવામાં આવી છે.આ લેખ મુજબ, 31.92 ટકા કોરોના કોન્ટેકટમાં એન્ટિબોડી જોવા મળી હતી. કુટુંબીજનો હોય એવા કોન્ટેકટમાં 39.36 ટકા અને અન્ય કોન્ટેકટમાં 28.72 ટકા એન્ટિબોડી જોવા મળી હતી. મ્યુનિ.દ્વારા અપનાવાયેલા અભિગમને બિરદાવવામાં આવ્યો હતો. આ જર્નલ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી એજન્સીઓમાં અનુક્રમાંકીત છે.
બુધવારે માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવેલા નવા સંક્રમિત સ્થળોમાં દક્ષિણ-પશ્ચિમ ઝોનના સાત,ઉત્તર-પશ્ચિમ ઝોનના પાંચ,પશ્ચિમ ઝોનના ચાર ઉપરાંત પૂર્વ ઝોનના બે અને ઉત્તરઝોનના એક સંક્રમિત સ્થળને માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31