Last Updated on April 11, 2021 by
વેક્સિંગ શરીરના અનિચ્છનીય વાળોથી છુટકારો મેળવવાની સૌથી પ્રચલિત અને ઉત્તમ રીત માનવામાં આવે છે. વેક્સિંગ દરમિયાન વાળ જડથી ખેંચવામાં આવે છે, તેથી એનાથી દર્દનાક અનુભવ પણ થાય છે. ઘણીવાર તેની સાઇડ ઇફેક્ટ પણ જોવા મળે છે. વેક્સિંગ કર્યા પછી ઘણા લોકોને ખંજવાળ, શુષ્કતા અને દાણા નીકળવાની સમસ્યા પણ થાય છે. જો તમે પણ આવા પ્રકારની સમસ્યાથી પરેશાન હો તો આ રીતોને અપનાવીને તમે વેક્સિંગની સાઇડ ઇફેક્ટને ઓછી કરી શકો છો.
વેક્સિંગની સાઇડ ઇફેક્ટ:
રેડનેસ
ખંજવાળ
ફોલ્લીઓ
ગરમીમાં મુશ્કેલી થાય
વધુ ખેંચાવ લાગે
બ્લીડિંગ
એલર્જી
જો તમને આમાંની કોઈપણ પરેશાની હોય તો આ ટિપ્સ અપનાવવાથી વેક્સિંગની સાઇડ ઇફેક્ટથી રાહત મળી શકે છે. જો તમારી સ્કિન સેન્સિટિવ હોય તો પહેલા પેચ ટેસ્ટ કરો અને સ્કિનને અનુરૂપ જ વેક્સિંગના પ્રકારની પસંદગી કરો. વેક્સિંગ પછી સુધિંગ મોઈશ્ચરાઈઝરથી મસાજ કરો, આથી બળતરા અને રેડનેસમાં રાહત મળશે.
વેક્સિંગ કર્યા પછી તરત ગરમ પાણીનો ઉપયોગ ટાળો.
ડેડ સ્કિન દૂર કરવા માટે સમય પર એક્સફોલિએટ જરૂર કરો.
વેક્સિંગ કર્યા પછીના 12 કલાક સુધી તેની ઉપર સાબુ, પર્ફ્યૂમ કે હેવી મેકઅપનો ઉપયોગ ન કરવો.
વેક્સિંગ કર્યા પછી તડકામાં ન નીકળવું.
બે વખત વેક્સિંગ કરવાના સમયગાળા વચ્ચે એક મહિનાનું અંતર રાખો.
read also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31