Last Updated on April 11, 2021 by
જામનગરમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે મહાપાલિકા દ્વારા જાણે ખાનગી હોસ્પિટલને દર્દીઓને લૂંટવાનો પીળો પરવાનો આપ્યો હોવાનો આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવ્યો છે.
શહેરમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે સરકારી હોસ્પિટલ ફૂલ છે. જેથી મનપા દ્વારા ખાનગી કોવિડ હોસ્પિટલના ચાર્જ જાહેર કરવામાં આવ્યા છે. જેમા વોર્ડમાં દાખલ કરવાના એક દિવસના ૬૦૦૦ રૂપિયા, દર્દીને આઇસીયુમાં દાખલ કરવાના એક દિવસના ૧૪ હજાર ૫૦૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. જો દર્દીને વેન્ટિલેટરની જરૂર પડે તો એક દિવસના ૧૯ હજાર રૂપિયા ચાર્જ ચુકવવો પડશે.
શહેરની સરકારી હોસ્પિટલ ફૂલ થવાના કારણે સરકારી હોસ્પિટલમાં હવે સારવાર માટે જગ્યા નથી. જેથી હવે તંત્ર દ્વારા ખાનગી હોસ્પિટલોને જાણે દર્દીઓને લૂંટવાની પરવાનગી આપી હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31