GSTV
Gujarat Government Advertisement

ICCએ જાહેર કરી નવી રેન્કિંગ : વિરાટ કોહલી અને આર અશ્વિનનો રહ્યો દબદબો, જાણી લો ટેસ્ટ અને વનડેમાં કોણ છે બેસ્ટ

Last Updated on March 31, 2021 by

 ભારત અને ઇંગ્લેંડ (IND vs ENG) વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ પૂરી થયા બાદ ICCએ નવી લેટેસ્ટ રેકિંગ જાહેર કરી છે. ભારતીય ટીમ અને ઇંગ્લેન્ડના જે ખેલાડીઓએ મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું છે એમને રેન્કિંગમાં બહુ મોટો ફાયદો થયો છે.

ICC

વિરાટ કોહલી ટોપ પર

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી જાહેર થયેલી વન ડે રેન્કિંગમાં ટોપનું સ્થાન જાળવી રાખ્યું છે. વિરાટે ઈંગ્લેન્ડની સામે બે વન-ડે મેચમાં હાફ-સેન્ચૂરી ઠોકી હતી. બીજા નંબરે પાકિસ્તાનનો ખેલાડી બાબર આજ (બાબર આઝમ) છે. ત્રીજા નંબર પર ભારતના ઉપ-કપ્તાન રોહિત શર્મા (રોહિત શર્મા) છે. બીજી વન ડેમાં શતકીય પારી રમનાર ખેલાડી કે એલ રાહુલ 31મા સ્થાનેથી આગળ 27મા સ્થાને પહોંચી ગયો છે.  જ્યારે હાર્દિક પંડયા કેરિયરમાં સૌથી શ્રેષ્ઠ સ્થાન 42મા નંબર પર છે. આ સિવાય ઋષભ પંતે પ્રથમવાર ટોપ 100માં એન્ટ્રી મારી છે.

બોલરમાં ભુવીને ફાયદો થયો

ભારતીયય બોલરોની વાત કરીએ તો ટીમ ઇન્ડિયાના સિનિયર બોલર ભુવનેશ્વર કુમારને 9 સ્થાનનો ફાયદો થયો છે. જે 11મા નંબરે પહોંચી ગયો છે. 2017માં ભુવી 10માં ક્રમાંકે હતો. આ ભુવનેશ્વરની બેસ્ટ રેન્કિંગ હતી. સીરિઝમાં સૌથી વધારે વિકેટ લેનાર શાર્દુલ ઠાકર 93મા સ્થાનથી 80માં નંબરે પહોંચ્યો છે.  ટી-20 રેન્કિંગની વાત કરીએ તો રાહુલ અને કોહલીને એક સ્થાનનું નુક્સાન થયું છે. આ બંને ખેલાડી 5મા અને છઠ્ઠા સ્થાને છે. ટી-20 ઓલરાઉન્ડરમાં ભારતનો એક પણ ખેલાડીનો સમાવેશ થયો નથી.

ICC ટેસ્ટમાં અશ્વિન બેસ્ટ

ICC ટેસ્ટ રેન્કિંગની વાત કરીએ તો ભારતના દિગ્ગજ સ્પીનર આર અશ્વિન બોલરમાં બીજા સ્થાને છે. પ્રથમ ક્રમે ઓસ્ટ્રેલિયાનો બોલર પેટ કમિન્સ છે. ઓલરાઉન્ડરોની સૂચીમાં રવિન્દ્ર જાડેજા ત્રીજા અને અશ્વીન ચોથા સ્થાન પર છે. બેટસમેનોનમાં કોહલી પાંચમાં સ્થાને જ્યારે ઋષભ પંત અને રોહિત શર્મા સંયુક્ત રીતે 7માં ક્રમાંક પર ટેસ્ટ રેન્કિંગમાં સામેલ થયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33