GSTV
Gujarat Government Advertisement

કોરોના : ભારત બાયોટેકે શરૂ કર્યુ નેસલ વેક્સિનનું ટ્રાયલ, 10 લોકોને કરાયા શોર્ટલિસ્ટ

Last Updated on March 5, 2021 by

કોરોના વાયરસ વિરુદ્ધ દેશમાં વેક્સીનેશનનું કામ જારી છે. હવે આ મિશનમાં વધુ એક સફળતા મળી છે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપનીએ નેસલ વેક્સીનનો ટ્રાયલ શરૂ કર્યુ છે. આ વેક્સિન દ્વારા નાક દ્વારા ડોઝ આપવામાં આવશે. જો કોરોનાને માત દેવામાં કારગર સાબિત થઈ શકે છે.

વર્ષની શરૂઆતમાં જ ભારત બાયોટેકે ફેઝ 1 ટ્રાયલ માટે મંજૂરી માંગી હતી. જેને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા તરફથી મંજૂર કરાયુ હતું.

હવે આ સપ્તાહની શરૂઆતમાં હૈદરાબાદના એક હૉસ્પિટલમાં ઈન્ટ્રાનેસલ વેક્સીનનું ટ્રાયલ શરી કરવામાં આવ્યુ. આ ટ્રાયલ માટે 10 લોકોને શોર્ટ લિસ્ટ કરાયા છે. જયારે બે લોકોને વેક્સિન અપાઈ છે. ભારત બાયોટેક અનુસાર જે બે લોકોને વેક્સિન આપવામાં આવી છે તે બ્લકુલ સ્વસ્થ છે.

કોરોના

જો નેસલ વેક્સિનનું ટ્રાયલ પુરી રીતે સફળ થાય છે તો તેને મંજૂરી મળી શકે છે તો કોરોના વાયરસના ખતરો ટાળવામાં તે ઘણી કારગર નીવડશે. કારણ કે, વેક્સીન નાકથી આપવામાં આવે છે. એવામાં વધારે સફળ થવાની આશા છે. ભારત બાયોટેક દ્વારા બનાવાયેલી કોરો-ફ્લૂ દ્વારા માત્ર એક ડ્રોપમાં જ કામ થઈ જશે.

ભઆરત બાયોટેકે વોશિંગ્ટન યૂનિવર્સિટી સાથે મળીને NASAL વેક્સીન પર રિસર્ચ કરીને તેને તૈયાર કરી છે. આ વેક્સિનને આપવામા કોઈપણ પ્રકારની સોયનો ઉપયોગ નથી કરવો પડતો.

નેઝલ વેક્સિનના 5 ફાયદા

  1. ઈન્જેક્શનથી થશે છુટકારો
  2. નાકના અંદરૂની ભાગમાં ઈમ્યુની તૈયાર થવામાં શ્વાસના સંક્રમણનો ખતરો ઘટશે
  3. ઈન્જેક્શનથી છુટકારાો થવાથી હેલ્થવર્કર્સને નહી પડે ટ્રેનિંગની જરૂરિયાત
  4. ઓછો ખતરો હોવાને કારણે બાળકો માટે પણ વેક્સિનેશનની સુવિધા સંભવ.
  5. ઉત્પાદન આસાન થવાથી દુનિયાભરમાં ડિમાન્ડના અનુરુપ ઉત્પાદન અને સપ્લાઈ સંભવ

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33