Last Updated on February 27, 2021 by
કોરોના મહામારી સામેની જંગમાં દેશભરમાં રસીકરણ અભિયાન ચાલુ છે. અત્યાર સુધી 1.30 કરોડથી વધુ લોકોને કોરોના વેક્સીન લગાવવામાં આવી ચુકી છે, જેમાં સ્વાસ્થ્યકર્મી અને ફ્રન્ટલાઇન વર્કર્સ સામેલ છે. હવે કોરોના રસીકરણ અભિયાન પોતાના બીજા ચરણમાં પહોંચી ગયું છે, જેમાં 1 માર્ચથી કોરોના વેક્સીન લાભાર્થી CO-Win ડિજિટલ એપ પર સેલ્ફ રજીસ્ટ્રેશન દ્વારા રસી મુકાવી શકશે. આ તબક્કામાં, 60 વર્ષથી ઉપરના લોકો અને 45 વર્ષથી ઉપરના લોકો જેમને બે કે તેથી વધુ બીમારીઓ હોય તેમને રસી આપવામાં આવશે. આ માટે CO-Win એપનું 2.0 વર્ઝન તૈયાર કરવામાં આવ્યું છે. રસીકરણ અભિયાનના આગામી તબક્કામાં રસી મુકાવવા માટે લાભાર્થીઓએ CO-Win 2.0ના પોર્ટલ પર તેમનું રજીસ્ટ્રેશન કરાવવુ પડશે.
CO-Win 2.0ના નવા ફીચર્સ
- CO-Win 2.0માં કેટલાંક એડવાન્સ ફીચર્સ હશે જે 1 માર્ચથી લાભાર્થીઓને રજીસ્ટ્રેશન કરવામાં મદદરૂપ થશે. અહીં જાણો CO-Win 2.0માં શું છે નવું.
- CO-Win એપનું નવુ વર્ઝન GPS સેટિંગના એડવાન્સ ફીચર સાથે આવશે.
- રસીકરણ માટે પોતાનુ રજીસ્ટ્રેશન કરવા માટે વૉક-ઇન વ્યવસ્થા પણ હશે. આમાં તમે સેશન સાઇટ પર પણ જઇને રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
- આ ઉપરાંત તમે એક જ મોબાઇલ ફોન પરથી ચાર અપોઇન્ટમેન્ટસ લઇ શકો છો.
- અહીં તમે વેક્સિન પસંદ કરવાનો વિકલ્પ નહીં મળે પરંતુ તમને તારીખ અને સેન્ટર સિલેક્ટ કરવાનો ઓપ્શન આપવામાં આવશે.
કોરોના રસી મુકાવવા માટે આ રીતે કરાવો રજીસ્ટ્રેશન
CO-Win 2.0 પર રજીસ્ટ્રેશન કરાવવા માટે તમારે કેટલાંક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.
સ્ટેપ 1: CO-Winની ઑફિશિયલ વેબસાઇટ cowin.gov.in. પર જાઓ.
સ્ટેપ 2: પોતાને રજીસ્ટર કરવા માટે તમારો 10 અંકનો મોબાઇલ નંબર અથવા આધાર નંબર દાખલ કરો. સ્ટેપ 3: નંબર દાખલ કરતાં જ તમને એક ઓટીપી પ્રાપ્ત થશે, અને તમારે તેને સબમિટ કરવો પડશે.
સ્ટેપ 4: એકવાર તમે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી લો, પછી તમારું રસીકરણ નિર્ધારિત તારીખ અને સમય પર કરાવો.
સ્ટેપ 5: આ પછી, તમને એક રેફરન્સ ID મળશે જેના દ્વારા તમે તમારા રસીકરણનું પ્રમાણપત્ર મેળવી શકો છો.
Co-WIN 2.0 રજીસ્ટ્રેશન પ્રોસેસ માટે કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે?
- જેમની ઉંમર 45 વર્ષથી વધુ છે અને 2થી વધુ રોગ ધરાવે છે, તેઓએ તેમની આ સ્થિતિનો ઉલ્લેખ કરીને મેડિકલ સર્ટિફિકેટ અપલોડ કરવું પડશે.
- 60 વર્ષથી ઉપરના લોકોએ રસીકરણ પ્રક્રિયા માટે તેમના આધારકાર્ડ અથવા મતદાર ઓળખકાર્ડ અથવા ફોટો આઈડી કાર્ડ સાથે રાખવુ પડશે.
રસીકરણ પ્રક્રિયા માટે કેટલો ચાર્જ લેવામાં આવશે?
રસીકરણ સરકારી કેન્દ્રો પર વિના મૂલ્યે કરાશે. જો કે, ખાનગી આરોગ્ય કેન્દ્રોમાં રસીકરણ પ્રક્રિયામાંથી પસાર થનારા લોકોએ “પૂર્વ-નિયત ચાર્જ” ચૂકવવો પડશે.આ રસીકરણ પ્રક્રિયા 1 માર્ચથી 10,000 સરકારી કેન્દ્રો અને 20,000 થી વધુ ખાનગી કેન્દ્રો પર થશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31