GSTV
Gujarat Government Advertisement

Income Taxની વેબસાઇટ ક્રેશ : ચિંતા ના કરો આ રીતે ઓફલાઇન તમારા આધારને પાનકાર્ડ સાથે આ રીતે કરી શકો છો લિંક

Last Updated on March 31, 2021 by

આજે (31 માર્ચ) પાનકાર્ડને આધાર સાથે લિંક કરવાનો અંતિમ દિવસ છે. એવામાં ભારે સંખ્યામાં લોકોએ ઇન્કમ ટેક્સની વેબસાઇટ એક્સેસ કરતા વેબસાઇટ ક્રેશ થઇ ગઇ છે. જો કે, થોડી જ વારમાં તેને બરાબર પણ કરી લેવામાં આવી પરંતુ કેટલાંક યુઝર્સને હજુ પણ વેબસાઇટ એક્સેસ કરવામાં મુશ્કેલી થઇ રહી છે. એવામા જો તમારે પણ પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં મુશ્કેલી થઇ રહી છે તો અમે આપને જણાવીશું કે આખરે કેવી રીતે તમે ઓફલાઇન પણ પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો.

ઓફલાઇન પણ તમે લિંક કરી શકશો

આધાર કાર્ડ અને પાનકાર્ડને તમે ઓફલાઇન પણ લિંક કરી શકો છો. જો તમારી પાસે ઓનલાઇન સુવિધા ઉપલબ્ધ નથી, તો તમે SMS ના આધારે લિંક કરી શકો છો.

એક SMS થી જ થઇ જશે કામ

એ માટે તમારે મેસેજ બોક્સમાં UIDPN ટાઇપ કરીને, સ્પેશ બાદ PAN અને Aadhaar નંબર એન્ટર કરવાનું હશે. ડિટેઇલ્સને હવે 567678 અથવા 56161 નંબર પર મોકલો. ત્યાર બાદ વિભાગ તમારા પાનકાર્ડને આધાર સાથે Link કરવાની પ્રક્રિયા શરૂ કરી દેશે.

આપવો પડી શકે છે દંડ

જે લોકો 31 માર્ચ સુધીમાં પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક નહીં કરાવે તેઓએ દંડ પણ ભરવો પડી શકે છે. આ સાથે જ તેઓનું પાનકાર્ડ 31 માર્ચ બાદ ઇનએક્ટિવ કરી દેવામાં આવશે. ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે, આવા પાનકાર્ડ ધારકોને ન તો માત્ર ગૈર પાનકાર્ડ ધારક માનવામાં આવશે, પરંતુ તેની પર આયકર અધિનિયમની કલમ 272 B અંતર્ગત 10 હજારનો દંડ પણ ફટકારવામાં આવી શકે છે.

PAN

પાનકાર્ડ થઇ જશે નિષ્ક્રિય

જો કોઇ વ્યક્તિ અંતિમ તારીખ સુધી પોતાના પાનકાર્ડને આધાર સાથે નહીં જોડે તો તેનું પાનકાર્ડ નિષ્ક્રિય થઇ જશે એટલે કે નાણાંકીય લેણદેણમાં પાનકાર્ડનો ઉપયોગ નહીં થઇ શકે, જ્યાં પણ પાનકાર્ડની જરૂરિયાત હશે ત્યાં તેનો ઉપયોગ નહીં થઇ શકે, તેની સીધી જ અસર તમામ પ્રકારની નાણાંકીય લેણદેણ, ડીમેટ એકાઉન્ટ, નવું બેંક ખાતું ખોલવા પર પણ પડશે.

હવે તારીખ વધવાની કોઇ જ આશા નહીં

ટેક્સ નિષ્ણાંતોનું કહેવું છે કે, હવે પાનને આધાર સાથે લિંક કરવાની તારીખ વધવાની કોઇ જ આશા નથી. કારણ કે , બજેટ પ્રસ્તાવ 1 એપ્રિલ, 2021થી લાગુ થશે. એવામાં આજના દિવસે જ તમારે તમારા પાનકાર્ડને આધાર સાથે લિંક કરવાનું રહેશે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33