Last Updated on March 20, 2021 by
જામનગરના ધારાશાસ્ત્રી કિરીટ જોશીની હત્યા ને અંજામ આપનારા દિલીપ ઠક્કર હાર્દિક ઠક્કર અને જયંત ચારણ પોલીસ સકંજામાં છે સઘન પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે સવાલ એ ઉઠી રહ્યો છે કે આખરે કેવી રીતે સોડા શોપ ચલાવનારા ઠક્કર બ્રધર્સ કુખ્યાત જયેશના સંપર્ક માં આવ્યા અને કિરીટ જોશીની હત્યાને અંજામ આપ્યો ?
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ જો વાત કરીએ તો થોડા વર્ષો અગાઉ અમદાવાદના ઠક્કર નગર વિસ્તારમાં દિલીપ અને હાર્દિક ઠક્કર સોડા શોપ ચલાવતા હતા. સ્થાનિક કેટલાક મિત્રોના સંપર્કમાં હતા અને પોતાનો રોજગાર ચલાવતા હતા એ સમયે ઠક્કર બ્રધર્સ ને વિક્કી ઝા નામના વ્યક્તિ સાથે સામાન્ય બોલાચાલી થઈ
બોલાચાલી બાદ, ઝગડો થતા વિક્કી ઝાની હત્યા કરી દેવામાં આવી હતી. જે ગુનામાં દિલીપ ઠક્કર અમદાવાદની સાબરમતી જેલમાં બંધ હતો જ્યાં જયેશ પટેલ સાથે સંપર્ક માં આવ્યા હતા અને જ્યેશે કિરીટ જોશીનું કાસળ કાઢી નાખવા માટે 50 લાખની સોપારી આપી હતી જેના માટે દિલીપ રાજી થઈ ગયો હતો. એ સમયે દિલીપ નો ભાઈ હાર્દિક રાજકોટ જેલમાં બંધ હતો. જેથી જ્યેશે દિલીપ અને હાર્દિક ને પેરોલ પર બહાર આવવા મદદ કરી હતી અને બાદ માં હત્યાને અંજામ આપવા માટે અનેક મિટિંગો કરી કિરીટ જોશીની હત્યા કરી દીધી હતી અને બાદમાં આરોપીઓ ફરાર થઈ ગયા છે.
આમ તો દિલીપ અને હાર્દિક ઠક્કર કૃષ્ણ નગર વિસ્તારમાં જ રહેતા હતા અને સોડા સોંપ ચલાવતા હતા પરંતુ વિક્કી ઝા સાથે ખટરાગ થતા તેની હત્યા કરી ત્યારથી ગુણખોરીની દુનિયામાં પ્રવેશ્યા અને જામનગરના કિરીટ જોશીની પણ હત્યા કરી દીધી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31