GSTV
Gujarat Government Advertisement

કોરોના કહેર વચ્ચે કેવી રીતે શરૂઆત થઇ દેશની પહેલી પ્લાઝમા બેન્કની!! વાંચો આ ખાસ અહેવાલ

Last Updated on March 24, 2021 by

રાજ્યમા કોરોના કહેરે માથું ઉચક્યું હતું તેવામાં તેની કેવી રીતે સારવાર કરવી તે મોટો પ્રશ્ન હતો. તેવામાં કેટલાક તબીબોએ પ્લાઝમા થી કોરોના દર્દીની સારવાર કરવી યોગ્ય ગણી. પરંતુ પ્લાઝમા લેવું પણ અત્યંત મુશ્કેલ હતું ત્યારે આવો જોઈએ કોરોના કહેર વચ્ચે પ્લાઝમાની શરૂવાત અને મુશ્કેલીનો સ્પેશિયલ રિપોર્ટ

કોરોના

કોરોના કહેર વચ્ચે સિવિલ બ્લડ બેંકમાં પ્રથમ શરૂઆત

દેશ અને રાજ્યમાં જ્યાં જુઓ ત્યાં કોરોના વાયરસનો ડર હતો. આ પરિસ્થિતીમાં ડોકટર્સે ભારતભરમાંથી પ્લાઝમા એકત્ર કરીને સારવાર આપવામાં આવે તેવો નિર્ણય કર્યો. પરંતુ, મોટો સવાલ એ હતો કે પ્લાઝમા ક્યાં અને કેવી રીતે લેવો. રાજ્યમા પ્લાઝમા માટે વ્યવસ્થા માટે તંત્ર કામે લાગ્યું અને નક્કી થયું કે એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલી બ્લડ બેંકમાં પ્રથમ પ્લાઝમા લેવામાં આવે.

પ્લાઝમાનું પ્રથમ ટ્રાયલ અમદાવાદમાં

પ્લાઝમા લેવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી બ્લડ બેંકમાં 18 એપ્રિલ 2020ના દિવસે પ્રથમ પ્લાઝમા લેવામાં આવ્યો. જે બાદ એસવીપી હોસ્પિટલમાં દાખલ એક કોરોના દર્દીને તે પહેલો પ્લાઝમા આપવામાં આવ્યો. પ્લાઝમા આપ્યા બાદ અન્ય તબીબોએ પણ પ્લાઝમા માટેની માંગ કરી અને શરૂ થઈ પ્લાઝમા એકત્ર કરવાની કામગીરી. પરંતુ મહત્વની વાત એ છે કે પ્લાઝમા માટે ICMRએ પ્લાઝમા લેવા માટેની મંજૂરી આપી અને સમગ્ર દેશમાં પ્રથમ ટ્રાયલ ની કામગીરી અમદાવાદ સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં શરૂ કરવામાં આવી.

હાઈડ્રોક્સીક્લોરોક્વિન

…અને સૌથી મોટી સમસ્યા સામે આવી

ભારતભરમાં પહેલી મંજૂરી મળતા પ્લાઝમા લેવાની કામગીરી કોરોના યોદ્ધાઓએ શરૂ કરી. પ્લાઝમાં કલેકશનની કામગીરી શરૂ થઇ પરંતુ મોટો સવાલ એ પણ હતો કે પ્લાઝમા આપે કોણ? કોરોનામાંથી સાજા થયેલા અનેક દર્દીઓ હતા પરંતુ પ્લાઝમા આપવા માટે કોઇ તૈયાર થતું ન હતું.

પ્લાઝમા

તબીબો દેવદૂત બની આગળ આવ્યા

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર કરતા અનેક તબીબો પણ કોરોના સંક્રમિત થયા હતા. તેઓએ અન્ય લોકોના જીવ બચાવવા માટે પ્લઝમાં આપવા માટે તૈયારી દર્શાવી રહ્યા હતા. તબીબો દેવદૂત બની આગળ આવ્યા અને પ્લાઝમા એકત્ર કરવાની શરૂવાત કરવામાં આવી. ધીમે ધીમે ભારતની પ્રથમ પ્લાઝમા બેંકની શરૂઆત એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 24 જૂન 2020ના દિવસે કરવામાં આવી અત્યાર સુધીમાં 200 લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યા છે જેમાંથી 316 જેટલા પ્લાઝમા યુનિટ બનાવી કોરોના દર્દીઓને આપવામાં આવ્યા છે.

પ્લાઝમા રાજ્યના દરેક ખૂણે પહોચાડવામાં આવ્યો

મહત્વની વાત એ છેકે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લેવામાં આવેલો પ્લાઝમા રાજ્યના દરેક ખૂણે પહોચાડવામાં આવ્યો. પરંતુ મોટો પડકારએ હતો કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ સ્વસ્થ થઈ ઘરે પહોંચેલા લોકો સિવિલ હોસ્પિટલમાં પરત આવવા માટે પણ તૈયાર નહોતા. જેથી પ્લાઝમા લેવા તબીબો માટે મોટો પડકાર બની રહ્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33