GSTV
Gujarat Government Advertisement

કઝાકિસ્તાન: લેન્ડીંગ સમયે આકાશમાં જ ભડકે બળવા લાગ્યું પ્લેન, આટલા લોકોના થયાં મોત, ઘાયલ લોકોને હોસ્પિટલમાં ખસેડાયા

Last Updated on March 13, 2021 by

કઝાકિસ્તાનમાં આજે એક ભીષણ વિમાન દુર્ઘટના થઇ છે. જ્યાં એક સૈન્ય વિમાન An -26 દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે. કજાકિસ્તાનના ઇમરજન્સી વિભાગે આ ઘટનાની જાણકારી આપતા કહ્યું કે રાજધાની નૂર-સુલ્તાનથી ઉડાન ભરનાર એન-26 સૈન્ય વિમાન અલમાટીમાં ઉતરતા સમયે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે.

કજાકિસ્તાનના સૌથી મોટા શહેર અલમાટીમાં આ દુર્ઘટના શનિવારે થઇ છે. દુર્ઘટના સમયે વિમાનની અંદર 6 લોકો સવાર હતા. વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાની સાથે જ ગના ગોળામાં બદલાઇ ગયું. ઘટનાની સૂચના મળતાની સાથે જ બચાવકર્મીઓ ઘટનાસ્તળે પહોંચ્યા.

આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિમાનમાં આ દુર્ઘટના શા માટે તઇ તે અંગે હજુ કોઇ કારણ જાણવા મળ્યું નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33