GSTV
Gujarat Government Advertisement

હોળીનું પર્વ: જાણો કેટલા વાગ્યા સુધીનું છે હોલિકા દહનનું મુહૂર્ત, હોલિકા દહન સમયે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું કરવાનું રહેશે પાલન

Last Updated on March 28, 2021 by

ફાગણ સુદ પૂનમ આવતીકાલે છે ત્યારે આજે હોળીનું જ્યારે સોમવારે રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી કરાશે. હોલિકા દહન માટે આવતીકાલે સાંજે ૬ઃ૩૮થી લઇને રાત્રે ૮ઃ૫૮ સુધીના મુહૂર્ત છે. જોકે, કોરોના મહામારીને પગલે આ વખતે હોળી પ્રગટાવવાની મંજૂરી આપવામાં આવી છે પણ ધૂળેટીના રંગોત્સવની ઉજવણી કરવા સામે સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. હોલિકા દહન વખતે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. હોળી સાથે હોળાષ્ટકની પણ સમાપ્તિ થશે. જેના પગલે હવે વાસ્તુ,લગ્ન, સગાઇ, જમીન-મકાન ખરીદી જેવા કાર્યો કરી શકાશે. 

હોળી સાથે હોળાષ્ટકની પણ સમાપ્તિ થશે

હોલિકા દહન વખતે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે

હોલિકા દહન માટે મંદિરો તેમજ સોસાયટી-શેરીમાં વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. હોલિકા દહન માટે રવિવારે સાંજે ૬ઃ૩૮થી લઇને ૮ઃ૫૮ સુધીના મુહૂર્ત છે. એટલે કે કુલ સમયગાળો ૨.૧૯ કલાકનો રહેશે. અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં રાત્રે ૯થી કર્ફ્યૂનો પ્રારંભ થઇ જતો હોવાથી મોટાભાગના સ્થળોએ સાંજે ૬ઃ૩૮થી ૭ઃ૩૦ વચ્ચે જ હોલિકા દહન કરવામાં આવશે. હોલિકા દહન બાદ પૂજન વખતે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે, ‘ભારતમાં પારંપરિક રીતે હોળી પ્રગટાવી આસુરી શક્તિ પર દૈવી શક્તિના પર્વની ઉજવણી કરવામાં આવે છે.

જેની સાથે જ વર્ષપર્યંત તંદુરસ્તી રહે તેવી પ્રાર્થના કરવામાં આવે છે. હોલિકા દહન બાદ હોળીની અગ્નિની જ્વાળા કઇ દિશામાં રહે છે તેના પરથી આગામી ચોમાસું કેવુંં રહેશે તેની આગાહી કરવામાં આવે છે. આ જ કારણે શાસ્ત્ર અનુસાર સંધ્યા સમયે મુહૂર્ત જોઇ હોળી પ્રગટાવવામાં આવે છે. ‘ ભારતીય સંસ્કૃતિમાં અને હિન્દુ શાોના દિશા નિર્દેશ પ્રમાણે સામે ઉત્તરાયણે, સામે હોળીએ, શ્રાદ્ધ પક્ષમાં તેમજ અધિક માસમાં કોઇ પણ પ્રકારના શુભ પ્રસંગોના આયોજનને વજત માનવામાં આવે છે. શાીય માન્યતાઓ મુજબ હોળાષ્ટકમાં કોઈ પણ નવું કાર્ય, શુભ કાર્ય અથવા કોઈ પણ માંગલિક કાર્ય કરવું ઉચિત ગણાતું નથી. હોળાષ્ટક પણ હોળીકા દહન પછી સમાપ્ત થાય છે.

હોળાષ્ટક પણ હોળીકા દહન પછી સમાપ્ત થાય

ઉલ્લેખનીય છે કે, હોળીનાં પ્રાગટય સમયે પવનની દિશા પરથી વરતારો કરવામાં આવતો હોય છે. જો પવન પૂર્વનો હોય તો રાજા-પ્રજામાં સુખની પ્રાપ્તિ થાય છે. અગ્નિકોણમાં હોય તો અગ્નિ ભય રહે, દક્ષિણમાં હોય તો દુભક્ષ, નૈત્યમાં હોય તો તીડનો ઉપદ્રવ થાય, પશ્ચિમમાં હોય તો મધ્યમ સુભિક્ષ, વાયવ્યનો હોય તો વાયુનું જોર વધે, ઉત્તર અને ઇશાનનો હોય તો સુભિક્ષ તથા પ્રજા સુખી થાય છે. સાથે જ હોળીને લગતા ભડલી વાક્યો પણ જોવા મળતાં હોય છે.

હોલિકા

જે અંતર્ગત એવું છે કે પશ્ચિમનો વાયુ ઉત્તમ ફળ આપે, પૂર્વનો વાયુ થોડું સૂકું અને થોડું વરસાદ આપનારું વર્ષ આપે, દક્ષિણનો વાયુ પશુધનનો નાશ કરનારો રહે, ઉત્તરનો પવન ખૂબ વરસાદ આપે, ચારે કોરનો પવન હોય તો પ્રજા દુઃખી થાય અને રાજા ઝૂર્યા કરે. પવન આકાશ તરફ જાય તો પૃથ્વી પર યુદ્ધની શક્યતા. આ ઉપરાંત, હોળીનાં દિવસે જો વાદળા હોય, વરસાદ ગાજતો હોય અથવા વરસાદ થાય તો ધાન્યનો સંગ્રહ કરવાથી સાતમા મહિને સારો લાભ થાય. હોળીનાં પ્રાગટય સમયે વાદળા હોય તો રોગચાળાથી ઘઉંનો પાક નષ્ટ થાય, ભાવોમાં તેજી આવે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33