GSTV
Gujarat Government Advertisement

કોરોનાનું ગ્રહણ/ આ વર્ષે ક્લબોમાં ધામધૂમથી નહીં ઉજવાય હોળી-ધૂળેટી, જાહેર કાર્યક્રમો અંગે લેવાયો આ મહત્વનો નિર્ણય

ધૂળેટી

Last Updated on March 13, 2021 by

કોરોનાના વધતા કેસોની વચ્ચે અમદાવાદથી સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. આ વખતે કોરોનાના વધતા કેસની સીધી અસર હોળી ધૂળેટીની ઉજવણી પર પડવાની શરૂ થઇ ચૂકી છે. કોરોનાના કેસનો રાફડો ફાટતા આ વર્ષે ધૂળેટી ધામધૂમથી નહિ ઉજવાય.. શહેરની બે સૌથી મોટી ક્લબ રાજપથ અને કર્ણાવતી કલબે ધુળેટીની ઉજવણી નહી કરવાનો નિર્ણય લીધો છે. કલબ મેમ્બરોને પોતાના ઘરે ધૂળેટી ઉજવવા અપીલ કરી છે. ગત વરસે પણ કોરોનાના કેસ વધતા કલબોમાં ધુળેટીની ઉજવણી બંધ રહી હતી.

ધૂળેટી
  • ધૂળેટીને લઇ મહત્વના સમાચાર
  • આ વર્ષે ધૂળેટી ધામધૂમથી નહિ ઉજવાય
  • શહેરની નામાંકિત બે ક્લબોનો મહત્વનો નિર્ણય
  • રાજપથ અને કર્ણાવતી કલબએ લીધો નિર્ણય
  • કોરોનાનું સંક્રમણ વધતા કલબમાં નહીં ઉજવાય ધૂળેટી
  • કલબ મેમ્બરોને પોતાના ઘરે ધૂળેટી ઉજવવા અપીલ

સુરતમાં હોળી-ધુળેટીના જાહેર કાર્યક્રમો રદ

સુરતમાં હોળી -ધુળેટીના જાહેર કાર્યક્રમો રદ કરાયા છે..પાલિકા કમિશ્નરની અલગ અલગ સમાજના આગેવાનો જોડે બેઠક મળી હતી..આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો..સુરતમાં કોરોનાની સ્થિતિ ફરી ગંભીર બનતા નિર્ણય કરાયો…સુરતમાં દર વર્ષે હોળી-ધૂળેટીના મોટી સંખ્યામાં જાહેર કાર્યક્રમો થતા હોય છે.જો કે આ વર્ષે કોરોના મહામારીને કારણે કાર્યક્રમો પર રોક લાગી છે..

CORONA TESTING

સૌથી વધુ એક્ટિવ કેસમાં ગુજરાત સાતમાં સ્થાને

ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા વધારાનો ક્રમ જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૭૧૫ નવા કેસ નોંધાયા છે. હાલમાં ૪,૦૦૬ એક્ટિવ કેસ છે જ્યારે ૫૧ દર્દી વેન્ટિલેટર પર છે. આમ, ગુજરાતમાં ૨૫ જાન્યુઆરી બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૪ હજારને પાર થયો છે.દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત સાતમાં સ્થાને છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ બે વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૨,૭૬,૬૨૨ છે જ્યારે કુલ મરણાંક ૪,૪૨૦ છે.

કોરોના

ગુજરાતમાં 715ને કોરોના : 46 દિવસ બાદ 4 હજાર એક્ટિવ કેસ

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ-સુરત-વડોદરા એમ ૩ જિલ્લામાં ૧૦૦થી વધુ એક્ટિવ કેસ નોંધાયા હતા. જેમાં સુરત શહેરમાં ૧૮૩-ગ્રામ્યમાં ૧૩ સાથે ૧૯૬, અમદાવાદ શહેરમાં ૧૪૧-ગ્રામ્યમાં ૪ સાથે ૧૪૫ જ્યારે વડોદરા શહેરમાં ૯૧-ગ્રામ્યમાં ૨૬ સાથે ૧૧૭ નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ કુલ કેસનો આંક હવે અમદાવાદમાં ૬૪,૨૮૪-સુરતમાં ૫૫,૩૮૨ અને વડોદરામાં ૩૧,૦૮૭ છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૬૯ સાથે રાજકોટ, ૨૦ સાથે ભાવનગર, ૧૮ સાથે ગાંધીનગર, ૧૪ સાથે ભરૃચ, ૧૩ સાથે કચ્છ, ૧૨ સાથે પંચમહાલ-મહેસાણા-ખેડા, ૯ સાથે આણંદ-જુનાગઢ, ૮ સાથે મોરબી-પાટણ, ૬ સાથે સાબરકાંઠા, ૫ સાથે નર્મદા-ગીર સોમનાથ-અરવલ્લી, ૪ સાથે મહીસાગર, ૩ સાથે બનાસકાંઠા-નવસારી, ૨ સાથે વલસાડ-તાપી-છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે. ભાવનગર ગ્રામ્ય-બોટાદ-ડાંગ-પોરબંદર-સુરેન્દ્રનગરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી.

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ-સુરતમાંથી ૧-૧ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. આ સાથે જ કુલ મરણાંક હવે અમદાવાદમાં ૨,૩૨૧ જ્યારે સુરતમાં ૯૭૭ છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૧૩૮, સુરતમાંથી ૧૦૮, રાજકોટમાંથી ૭૪, વડોદરામાંથી ૭૨ એમ રાજ્યભરમાંથી વધુ ૪૯૫ દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ ૨,૬૮,૧૯૬ દર્દીઓ સાજા થયા છે અને રીક્વરી રેટ ૯૬.૯૫% છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૩,૩૭૫ ટેસ્ટ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક હવે ૧.૨૨ કરોડ છે. હાલમાં ૨૫,૯૨૧ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33