Last Updated on March 21, 2021 by
કોરોના વાયરસનો કહેર વધ્યો છે, બીજી તરફ ગુજરાત સરકારે રવિવાર તારીખ 20મી માર્ચે પણ ગુજરાત ભરમાં આવેલા 2500થી વધુ કેન્દ્રોમાં કોરોનાની રસી આપવાની કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આરોગ્ય મંત્રી નીતિન પટેલે આજે ગૃહમાં જાહેરાત કરતાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે રવિવારે રસી-વેક્સિન આપવાની કામગીરી બંધ રાખવામાં આવે છે.
ચૂંટણીઓ આખા દેશમાં યોજાઈ રહી છે
પરંતુ વ્યાપક જનહિતને ધ્યાનમાં લઈને આવતીકાલે રવિવાર તારીખ 20મી માર્ચે ગુજરાતના અત્યારે સક્રિય તમામ 2500 કેન્દ્રોમાં રસી આપવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે. અત્યારે જુદા જુદા ચાર થી પાંચ પ્રકારના કોરોના સ્ટ્રેંન આવ્યા હોવાની જાણ થઈ છે તેની ગંભીરતા લઈ ટેસ્ટ માટે સેમ્પલ મોકલી આપ્યા છે.Amts અને Brts માં જેટલા લોકો મુસાફરી કરી છે તેના કરતા વધુ લોકો ખાનગી વાહન માં મુસાફરી કરે છે.
- હોળી ધુળેટી માં હોળી પ્રગટાવવ માટે મંજૂરી
- કોઈને રંગ નહી લગાડી શકાય
- માત્ર ધાર્મિક વિધિ કરી શકાશે
- હોળી રમવાની પરવાનગી આપવામાં આવતી નથી ગઈકાલે મુખ્ય મંત્રી ની અધ્યક્ષ તામાં નિર્ણય કર્યો છે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ટી-20 ક્રિકેટ મેચ બાદ વકરેલા કોરોનાના કેસ પર નાયબ મુખ્ય પ્રધાને પ્રતિક્રિયા આપી હતી. અને તેઓએ મેચ, ચૂંટણીના કારણે કોરોના વકર્યો હોવાની વાતનો છેદ ઉડાડતા કહ્યું કે, કોરોનાને ફેલાવવાને લઈને લોકો જુદા જુદા અનુમાનો કરે છે..પરંતુ ચૂંટણીઓ તો આખા દેશમાં યોજાઈ રહી છે…અને ક્રિકેટ મેચ તો અમદાવાદમાં હતી..તેમ છતા દેશભરમાં કોરોના કેસ વધી રહ્યા છે…મહારાષ્ટ્રમાં તો કોરોના કેસ વધ્યા છે.પરંતુ ત્યાં ક્રિકેટ કે ચૂંટણી કાંઈ નથી.
દરેક લોકો જુદા જુદા અનુમાન કરે છે
- કોરોના ફેલાવવામાં ક્રિકેટ નું કહેતો આખા રાજ્યના લોકો આવ્યા હતા
- ચૂંટણી ની વાત કરીએ તો અનેક ચૂંટણીઓ યોજાઈ છે
- ચૂંટણીઓ આખા દેશમાં યોજાઈ રહી છે
- ક્રિકેટ મેચ માત્ર અમદાવાદ માં હતી
- મહારાષ્ટ્ર માં સૌથી વધુ કેસ નોંધાય છે ત્યાં ક્રિકેટ અને ચૂંટણી નથી
બીજી તરફ ડે મંત્રી નિતીન પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે કે હોળી પ્રગટાવવાની મંજૂરી આપવામાં આવશે, પરંતુ ધૂળેટી રમવા માટેની મંજૂરી આપવામાં આવશે નહી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31