GSTV
Gujarat Government Advertisement

હોળી-ધૂળેટી પર્વની ઉજવણી પર સરકારની સખ્ત પાબંદી, નિયમો નહીં પાળો તો ભરાશો… છેલ્લા એક વર્ષમાં અનેક તહેવારો કોરોનામાં હોમાયા

Last Updated on March 28, 2021 by

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. અમદાવાદ શહેરને પણ ઘાતક વાયરસે પોતાના કાળમુખા પંજામાં ઘેર્યો છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના 600 ઉપરાંત રેકોર્ડ બ્રેક નવા કેસો નોંધાઈ રહ્યા છે. રવિવારે હોળી અને સોમવારે ધૂળેટી પર્વ છે. ઉજવણી કરવામાં આવશે.પરંતુ ગરજ મતલબી રાજકારણીઓએ ચૂંટણી કરાવવાની હોવાથી મોટી રેલીઓ સહિતના રાજકીય તાયફા કરી મોટી સંખ્યામાં ભીડ એકત્ર કરી કોરોના સંક્રમણને વધવા દીધુ.

સત્તા મળી અને હોદ્દાઓની વહેંચણી થતાની સાથે જ ફરી એક વખત કોરોના સંક્રમણની ચિંતા

સત્તા મળી અને હોદ્દાઓની વહેંચણી થતાની સાથે જ ફરી એક વખત કોરોના સંક્રમણની ચિંતા સતાવતી હોય તેમ હોળી અને ધૂળેટી પર્વની તમામ ઉજવણીઓ ઉપર પાબંદી મુકતો પરીપત્ર મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા શનિવારે કરવામાં આવ્યો છે.બે દિવસ માટે સરકારની ગાઈડલાઈનના ઓથા હેઠળ તમામ કલબો.સ્વીમીંગ પુલ, પાર્ટી પ્લોટો અને મંદિર તથા હવેલીઓમાં પર્વ નિમિત્તે ઉજવવામાં આવતા તમામ કાર્યક્રમો ઉપર પાબંદી લગાવી દેવામાં આવી છે. 

હોળી-ધૂળેટી પર્વ દરમિયાન શું-શું કરવા પર રોક?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 28 માર્ચ રવિવાર અને 29 માર્ચ સોમવારના રોજ શહેરમાં જે પ્રવૃત્તિ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.આ મુજબ છે.

  • તમામ કલબો સદંતર બંધ રહેશે.
  • તમામ સરકારી અને ખાનગી સ્વીમીંગ પુલો બંધ રહેશે.
  • મોટી સોસાયટીઓ તેમજ બંગલાઓમાં મોટી સંખ્યામાં ટોળા વળી પાણી કે કલર વડે હોળી રમવાની કરવામાં આવતી ઉજવણી બંધરાખવાની રહેશે.
  • પાર્ટી પ્લોટોમાં ઉજવણી બંધ રહેશે.
  • . સમાજની વાડીમાં કરવામાં આવતા ઉજવણીના કાર્યક્રમો બંધ રાખવાના રહેશે.
  • . મોટા મંદિરો-હવેલીઓમાં ફુલ-કલરથી કરવામાં આવતાં ઉત્સવો બંધ રાખવાના રહેશે.
  • જાહેર રસ્તાઓ ઉપર હોળી રમી શકાશે નહીં.

જાહેર રસ્તા ઉપર ટોળા વળી હોળી નિમિત્તે પૈસા ઉઘરાવવાની પ્રવૃત્તિ કરી શકાશે નહીં

આ અંગે મળતી માહીતી મુજબ,મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ વિભાગ તરફથી શનિવારે એક પરીપત્ર જારી કરવામાં આવ્યો છે.જે મુજબ,શહેરમાં કોરોનાના વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં લઈ રાજય સરકારની ગાઈડલાઈન મુજબ,28 અને 29 માર્ચના રોજ શહેરમાં તમામ પ્રકારની જાહેર ઉજવણી પર્વ નિમિત્તે કરી શકાશે નહીં એવો આદેશ કરવામાં આવ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33