Last Updated on March 27, 2021 by
હોળી ઉપર ભાંગ પીવાનું ચલણ ઘણુ જુનુ છે. પરંતુ તેનો સંબંધ કોઈ પરંપરાથી નથી. કારણ કે, હોળી ખુશી અને ઉલ્લાસનો તહેવાર છે અને ભાંગ લીધા બાદ વ્યક્તિ ઘણો ખુશ થઈ જાય છે. કારણ કે ભાંગમાં ડોપામાઈન હોર્મોનનું સ્તર વધારે છે. ડોપામાઈનને હૈપ્પી હોર્મોન માનવામાં આવે છે. જે આપણા મૂડને સારૂ બનાવવા માટે કામ કરે છે.
આજ કારણ છે કે, હોળી ઉપર લોકો ભાંગ પીવાની કોઈ તક નથી છોડતા. મોટાભાગના લોકો તેની ઠંડાઈ બનાવીને પીવે છે તો કેટલાક લોકો તેને પીસીને તેનું સેવન કરે છે. જો તમે પણ હોળીનો તહેવાર ભાંગની ઠંડાઈ પીધા બાદ ઉજવણી કરો છો તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું આવશ્યક છે.
- ખાલી પેટ ભાંગ લેવાની ભૂલ ન કરતા અને સીધી રીતે ખાતા નહીં. તેનું સેવન દૂધની સાથે કે ઠંડાઈના રૂપમાં જ કરો. કારણ કે તેને પીધા બાદ તમે તમારા નિયંત્રણમાં રહો.
- જો ભાંગ લીધી છે તો ઉત્સાહમાં આવીને આલ્કોહોલ લેવાની ભુલ ન કરતા નહીં તો તગડું નુકશાન તમારે ઉઠાવવું પડી શકે છે.
- ભાંગ લીધા બાદ ડ્રાઈવિંગ કરશો નહીં કારણ કે ભાંગના નશામાં વ્યક્તિ હોશમાં રહેતો નથી. તેવામાં દુર્ઘટના થઈ શકે છે.
- ભાંગ પીધા બાદ શરીરમાં પાણી ઓછી થાય છે હવે તે ઉણપને પૂર્ણ કરવા માટે વ્યાપક પ્રમાણમાં પાણી પીવો, નહીં તો તમને નુકશાન થઈ શકે છે.
- ઠંડાઈ પીધા બાદ કોઈ કોઈ પણ પ્રકારની દવાનું સેવન કરશો નહીં. તેનાથી રિએક્શન આવી શકે છે. તેમાં તમને માથુ દુખવું, ઉલ્ટી કે પેટમાં ગડબડી થઈ શકે છે.
નશો વધારે હોય તો શું કરશો
- ભાંગનો નશો વધારે હોય તો ખાટા ફળો જેવા કે, મોસંબી, સંતરા, દ્રાક્ષ ખાવ. માત્ર લીંબુનો રસ લેવાથી પણ નશો ઘણો ઓછો થઈ જાય છે. તમે ઈચ્છો તો આંબલીનું પાણી પણ પી શકો છો.
- અડદની દાલનું પાણી પીવાથી ભાંગના નશામાં ઘટાડો થાય છે. તે સિવાય નારિયેળ પાની પણ ભાંગનો નશો ઓછો કરવામાં મદદરૂપ થાય છે.
- જો કંઈ પણ સમજાય નહીં તો આદુના ટુકડાને મોંમાં રાખીને ધીમે ધીમે તેનો રસ લો. તેનાથી પણ નશો ઘણો ઓછો થઈ જાય છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31