Last Updated on March 28, 2021 by
હોળીનો તહેવાર ઉત્તર ભારતમાં ખુબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. પરંતુ કદાચ જ તમને ભારતના એ શહેરો અંગે જાણકારી હશે , જ્યાં સૌથી સારી હોળી રમવામાં આવે છે. જો તમે આ શહેરોની હોળી જોઈ લીધી તો એનો રંગ કદાચ જ તમારી યાદોમાં ફીકો પડશે.
આનંદપુર પંજાબ
હોળીને કેટલાક અલગ રંગ જોવા માંગો છો તો પંજાબના આનંદપુર સાહિબ જરુર જાઓ. અહીં તમને શીખ અંદાજમાં હોળીના રંગની જગ્યાએ કરતબ અને કાલાબાજી જોવા મળશે જેને હોલા મહોલ્લા કહેવામાં આવે છે.
દિલ્હી
દિલ્હીની હોળીનો રંગ થોડો અલગ છે અને ખુબ વધુ સારો હોય છે. અહીં રંગો સાથે સુર અને સંગીત પણ જુમે છે. ખાવા પીવાની લઝીઝ વસ્તુ અને જગ્યા જગ્યાએ રમાઈ રહેલી હોળીના પ્રોગ્રામમાં આવવા નિમંત્રણ આપે છે.
હમ્પી(કર્ણાટક)
હોળી આમતો ઉત્તર ભારતનો તહેવાર છે, પરંતુ એનો કલર કર્ણાટકના હમ્પી શહેરમાં પણ જોવા મળશે. હોળીમાં ફરવા માટે હમ્પી પર જઈ શકે છે. શાયદ તમને જણાવી દઈએ કે માર્ચના મહિનામાં ટુરિસ્ટ અહીં ડેસ્ટિનેશન એક્સપ્લોર કરવાની સાથે સાથે સેલિબ્રેટ પણ કરીને આવે છે.
જયપુર(રાજસ્થાન)
જયપુરમાં હોળીના ઉત્સવ પર હાથીઓને સજાવવામાં આવે છે અને એમની પરેડ કાઢવામાં આવે છે. રંગ-બેરંગી રંગોથી રંગોથી સજેલા હાથીઓને જોવા એક અલગ જ અહેસાસ થાય છે. પરંતુ આ પરેડને એનિમલ રાઇટ્સના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી બંધ કરી દેવામાં આવી.
ઉદયપુર (રાજસ્થાન)
હોળીને જો તમે શાહી અંદાજના મૂડમાં ઉજવવા માંગો છો તો ઉદયપુર તમારી આ ઈચ્છાને પુરી કરશે. અહીં હોળી ખુબ ભવ્યતા સાથે ઉજવવામાં આવે છે.
પુરુલિયા(પશ્ચિમ બંગાળ)
પશ્ચિમ બંગાળના નાના ગામ પુરુલિયામાં પણ હોળી ખુબ અલગ ઢંગથી ઉજવવામાં આવે છે. હોળીના દિવસે અહીં પારંપરિક નૃત્યુ અને સંગીતની મજા માળી શકાય છે. શાંતિનિકેતન, પશ્ચિમ બંગાળના પ્રસિદ્ધ વિદ્યાલય છે અને સાંસ્કૃતિક તેમજ પારંપરિક અંદાજમાં ગુલાલ અને અબીરની હોળી રમાય છે.
ધારાવી(મુંબઈ)
મુંબઈની ધારાવી માત્ર ભીડ વાળી જગ્યાઓ માટે જ નહિ પરંતુ અહીં ખુબ મસ્તી સાથે હોળીની ઉજવણી કરવાં આવે છે. જો તમે હોળી દરમિયાન મુંબઈમાં હોય તો અહીં જવાનું ન ભૂલો.
બરસાના (ઉત્તર પ્રદેશ)
ઉત્તર પ્રદેશના બરસાનાની હોળીને જોવા દેશના જ નહિ વિદેશોથી પણ લોકો આવે છે. અહીં લડ્ડૂમાર અને લટ્ઠમાર હોળીનો અંદાજ ખુબ અલગ છે. અહીં ત્રણ દિવસ હોળી રમવામાં આવે છે.
મથુરા-વૃંદાવન (ઉત્તર પ્રદેશ)
મથુરા વૃંદાવનની ફૂલોની હોળી પુરી દુનિયામાં મશહૂર છે અને અહીં ઉત્સવ એક અઠવાડિયું ચાલે છે. આ દરમિયાન તમે ખાણી-પીણીને સ્વાદિષ્ટ વ્યંજનોનો પણ લાભ ઉઠાવી શકો છો.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31