Last Updated on March 11, 2021 by
સાહસ વિના સિધ્ધી નહિ એ વાતને સાર્થક કરી બતાવી છે. હિંમતનગરના એક સાયકલીસ્ટે માત્ર 39 કલાકમાં 600 કિલોમીટરની રેસ પુર્ણ કરીને સુપર રેંડોન્યરનું ટાઈટલ મેળવ્યુ છે.. તો હવે પેરિસ ખાતે યોજાનાર રેસમાં ભાગ લઈને સમગ્ર ભારત દેશનું નામ રોશન કરવાની તૈયારી કરી રહ્યો છે.
નીલની આ સફળતા પાછળ તેની માતાની પણ તનતોડ મહેનત અને પુરૂષાર્થ
આ છે 21 વર્ષીય નીલ પટેલ. જે સીવીલ એન્જીનીયરીંગ અભ્યાસની સાથે સાઈકલીંગમાં આગળ વધ્યો પહેલા તો દરરોજ 30 કીમી સાઈકલીંગ કરતો હતો પછી અમદાવાદથી હિંમતનગર 77 કીમીનુ અંતર કાપ્યુ.. ત્યારબાદ હિંમતનગરના બે મિત્રોની મદદથી 100 કીમી, ત્યારબાદ 200, 300, 400 અને છેલ્લે 600 કીમીનુ અંતર કાપીને સુપર રેંડોન્યરનું ટાઈટલ મેળવીને અનોખી સીધ્ધી હાસલ કરી છે…નીલની આ સફળતા પાછળ તેની માતાની પણ તનતોડ મહેનત અને પુરૂષાર્થ છે.’
ઔડેક્સ ઈન્ડિયા અંતર્ગત ટુ ગેધર દ્વારા આયોજિત 200, 300, 400 અને 600 કિમીની અલ્ટ્રાએનડ્યુંરંસ રાઈડ સમય મર્યાદામાં પૂર્ણ કરી સુપર રેન્ડોન્યરનું ટાઇટલ પોતાના નામે કર્યું…હવે નીલનુ એક સ્વપ્ન છે કે તે પેરિસ ખાતે 1200 કીમીની રેસમાં ભાગ લઈને દેશનુ અને પરિવારનુ નામ રોશન કરે.
મન હોય તો માળવે જવાય તેમ હવે આ નીલ પટેલ મન લગાવીને મહેનત કરી રહ્યો છે તો પોતાની માતાનુ સ્વપ્ન પણ પુરુ કરવાનો પણ સંકલ્પ લઈને હાલ તો તનતોડ઼ તૈયારી કરી રહ્યો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31