Last Updated on March 30, 2021 by
દેશમાં કોરોના વાયરસ સંક્રમણ જે ઝડપથી ફેલાઇ રહ્યું છે, તે સૌ કોઇ માટે ચિંતાનો વિષય બન્યું છે, દેશમાં સૌથી વધુ કેસ જે જિલ્લાઓમાંથી આવ્યા છે તે 10માંથી 8 મહારાષ્ટ્રમાં છે, કોરોનાનો ગઢ મનાતા દિલ્હી અને બેંગ્લુરૂનો પણ સમાવેશ થાય છે.
10 જિલ્લાઓમાં સૌથી વધુ કોરોનાનાં એક્ટિવ કેસ
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભુષણે મંગળવારે જણાવ્યું કે દેશમાં 10 જિલ્લાઓમાં સૌથી વધુ કોરોનાનાં એક્ટિવ કેસ છે, તેમાં પુણે, મુંબઇ, નાગપુર, થાણે, નાશિક, ઔરંગાબાદ, બેંગલુરૂ અર્બન, નાંદેડ, દિલ્હી અને અહેમદનગરનો સમાવેશ થાય છે, નિતી પંચનાં સભ્ય ડો. વીકે પોલે કહ્યું કે ભલે કેટલાંક જિલ્લાઓમાં હાલ ગંભીર પરિસ્થિતિ છે, પરંતું સમગ્ર દેશમાં સંભવિત જોખમ છે, કોરોનાને રોકવા અને જિંદગીઓ બચાવવા માટે તમામ પગલાં ભરવાની જરૂર છે.
There are 10 districts across the country that have the most number of active cases – Pune, Mumbai, Nagpur, Thane, Nashik, Aurangabad, Bengaluru Urban, Nanded, Delhi and Ahmednagar: Union Health Secretary Rajesh Bhushan#COVID19 pic.twitter.com/SkbzfPHgy6
— ANI (@ANI) March 30, 2021
દેશમાં સપ્તાહિક પોઝિટિવિટી રેટનો સરેરાશ 5.65 ટકા
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભુષણે જણાવ્યું કે દેશમાં સપ્તાહિક પોઝિટિવિટી રેટનો સરેરાશ 5.65 ટકા છે, જ્યારે મહારાષ્ટ્રમાં સાપ્તાહિક સરેરાશ 23%, પંજાબમાં 8.82%, છત્તાસગઢમાં 8 ટકા, મધ્ય પ્રદેશમાં 7.82 ટકા, તમિલનાડુમાં 2.04 ટકા, કર્ણાટકમાં 2.45 ટકા, ગુજરાતમાં 2.2 ટકા અને દિલ્હીમાં 2.04 ટકા છે, ભુષણે જણાવ્યું કે અમે રાજ્યોનાં પ્રતિનિધીઓ સાથે ચર્ચા કરી છે, તેમને પુછવામાં આવ્યું કે તમે ટેસ્ટીંગ શા માટે નથી વધારી રહ્યાં, ટેસ્ટીગ વધારવું જરૂરી છે અને ફોક્સ આરટી-પીસીઆર પર રાખો, વધુ વસ્તીવાળા વિસ્તારોમાં સ્ક્રિનિંગ માટે રેપિડ એન્ટિજન ટેસ્ટનો ઉપયોગ થાય.
દેશમાં કોરોનાના કુલ 56 હજાર 211 નવા કેસ થયા દાખલ
દેશભરમાં કોરોનાનો કેર યથાવત છે ત્યારે છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોનાના કુલ 56 હજાર 211 નવા કેસ દાખલ થયા છે. એક જ દિવસમાં વધુ 271 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા છે. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા એક કરોડ 20 લાખ 95 હજાર 855 થઈ છે. જયારે એક્ટિવ કેસની સંખ્યા પાંચ લાખ 40 હજારથી વધુ છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુ આંક એક લાખ 62 હજારને પાર થયો છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31