GSTV
Gujarat Government Advertisement

હાઇકોર્ટમાં ફરી કોરોનાની લહેર, હાઇકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા સંક્રમિત, ઘણાં કર્મચારીઓ પણ આવ્યા ઝપેટમાં

Last Updated on March 31, 2021 by

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલાનો કોરોનાથી સંક્રમિત થયા છે. હાઇકોર્ટમાં અત્યારે ફરી કોરોનાની લહેર આવી છે અને અહીંના અધિકારીઓ અને કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થઇ રહ્યા છે. અગાઉ નવેમ્બર-ડિસેમ્બરમાં પણ કોર્ટના ત્રણ જજોને કોરોના થયો હતો, જે પૈકી જસ્ટિસ ઉધવાણીનું કોરોનાના કારણે અવસાન થયું હતું.

જસ્ટિસ ઉધવાણીનું કોરોનાના કારણે અવસાન થયું

 જસ્ટિસ જે.બી. પારડીવાલા હાઇકોર્ટના સીનિયર મોસ્ટ પાંચ જજો પૈકીના એક છે. આ ઉપરાંત તેઓ ચીફ જસ્ટિસ વિક્રમ નાથ સાથેની ખંડપીઠમાં કોરોનાના સુઓમોટોની સુનાવણીમાં પણ સામેલ છે. હાઇકોર્ટમાં ગત કેટલાંક દિવસોથી અધિકારીઓ અને કર્મચારીઓ કોરોનામાં સપડાઇ રહ્યા છે. જેના કારણે કોર્ટ દ્વારા વિવિધ નિયંત્રણો પણ લાદવામાં આવ્યા છે.

કોર્ટ દ્વારા વિવિધ નિયંત્રણો પણ લાદવામાં આવ્યા

અગાઉ નવેમ્બર-ડિસેમ્બરમાં હાઇકોર્ટના ત્રણ જજ જસ્ટિસ આર.એમ. સરીન, જસ્ટિસ એ.સી. રાવ અને જસ્ટિસ જી.આર. ઉધવાણી કોરોના સંક્રમિત થયા હતા અને જસ્ટિસ ઉધવાણીનું સારવાર દરમિયાન અવસાન થયું હતું.

શહેરમાં ગત માર્ચથી અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૬૭૭૧૩ કેસ નોંધાવા પામ્યા છે.મંગળવારે કોરોનામાંથી ૫૭૮ દર્દીઓ સાજા થતા શહેરમાં ગત માર્ચથી અત્યારસુધીમાં કુલ ૬૩૭૩૩ લોકો કોરોનાથી મુકત થવા પામ્યા છે.શહેરમાં મંગળવારે કોરોનાથી પાંચ દર્દીઓના મોત થતાં અત્યાર સુધીમાં કુલ ૨૨૯૭ લોકોના કોરોનાથી મરણ થવા પામ્યા છે.સૌથી વધુ ચિંતાજનક પરિસ્થિતિ અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોનાના એકટિવ કેસની સંખ્યાને લઈને છે.મંગળવારે શહેરમાં એકિટવ કેસની સંખ્યા વધીને ૧૭૪૦ ઉપર પહોંચવા પામી છે

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33