GSTV
Gujarat Government Advertisement

હેવાનીયત/ વૃદ્ધ દંપતીને હત્યારાઓએ 11-11 ઘા મારીને કરપીણ રીતે મોતને ઘાટ ઉતાર્યા, આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર

Last Updated on March 8, 2021 by

અમદાવાદના સોલા હેબતપુર રોડ ઉપર આવેલી શાંતિ પેલેસ બંગ્લોઝમાં વૃદ્ધ દપંતીની કરપીણ હત્યાના પીએમ રીપોર્ટમાં ચોંકાવનારી માહિતી આવી છે. જીએસટીવી ન્યુઝ પાસે પીએમ રિપોર્ટની પ્રાથમિક વિગતો આવી છે. જેમાં વૃદ્ધ દપંતીને ટોટલ 11 ઘા મારીને મોતને ઘાટ ઉતારાયા હતા. વૃધ્ધ મહીલાને 09 ઘા મારવામાં આવ્યા હતા જેમાં જેમાંથી વૃદ્ધ મહિલાને 07 ઘા ગળાના ભાગે મારવામાં આવ્યા હતા તથા પેટમાં 02 ઘા મારવામાં આવ્યા હતા. વૃદ્ધ પુરુષને 02 ઘા ગળાના ભાગે મારવામાં આવ્યા હોવાનું પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યુ છે.

વૃદ્ધ દપંતીને ટોટલ 11 ઘા મારીને મોતને ઘાટ ઉતારાયા

સોલામાં વૃદ્ધ દપંતીની થયેલી ઘાતકી હત્યામાં ત્રણ રાજ્યો સુધી તપાસ લંબાઇ છે. શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટિમો રાજસ્થાન.. મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સુધી તપાસ કરી રહી છે. મૃતક વૃદ્ધ દપંતીના મકાનમાં થોડા સમય અગાઉ ઘરમાં કલર કામ તથા ફર્નિચર કામ ચાલતું હતું.

મકાનમાં થોડા સમય અગાઉ ઘરમાં કલર કામ તથા ફર્નિચર કામ ચાલતું હતું

આવામાં આ કામ કરનારાઓમાંથી જ કોઇકે વૃદ્ધ દંપતીને સોફટ ટાર્ગેટ માનીને લૂંટનો પ્લાન ઘડ્યાની શકયતા છે. પોલીસ આ દિશામાં સઘન તપાસ કરી રહી છે. બસોથી વધુ સીસીટીવીના ફૂટેજની તપાસમાં ચાર આરોપીઓની ઓળખ પણ થઇ ચૂકી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33