Last Updated on March 17, 2021 by
સચિન વાઝે મામલે ધરપકડ થયા બાદ હવે મુંબઈના પોલીસ કમિશ્નર પરવીર સિંહ જ ઠિકરૂ ફોડાયુ છે. બુધવારે તેમને મુંબઈ પોલીસ કમિશ્નર પદેથી હટાવી દેવામાં આવ્યા છે. તેમને હોમગાર્ડ મંત્રાલયમાં તૈનાત કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આ પ્રકારની જાણકારી આપી છે. પરમવીરની જગ્યાએ હેમંત નાગરાલેને મુંબઈના નવા કમિશ્નર બનાવામાં આવ્યા છે.
Param Bir Singh transferred and posted as DG Home Guard: Maharashtra Home Minister Anil Deshmukh
— ANI (@ANI) March 17, 2021
પરમબીર સિંહ પર આ કાર્યવાહી મુંબઈ પોલીસના પૂર્વ અધિકારી સચિન વાઝેની ધરપકડના એક દિવસ બાદ કરવામાં આવી છે. સચિન વાઝેને એન્ટીલિયાના વિસ્ફોટક કાર કાંડમાં એનઆઈએએ ધરપકડ કરી છે. વાઝે વિભાગમાં પરમબીર સિંહને રિપોર્ટ કરતા હતા. આ ઉપરાંત પરમવીર સિંહની અધ્યક્ષતા વાળી રિવ્ય કમિટીએ જ વિવાદાસ્પદ અધિકારી સચિન વાઝેને 16 વર્ષ બાદ કોર્ટના આદેશ વિરુદ્ધ જઈને કાર્યભાર સોંપ્યો હતો.
સીએમ ઠાકરે સાથે મુલાકાત કરી હતી
ટ્રાંસફર પહેલા મંગળવારે મોડી રાતે પરમવીર સિંહે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મળવા પહોંચ્યાહતા. જણાવી દઈએ કે, મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક ભરેલી કાર મળી આવવાના મામલે પોલીસ કમિશ્મર પરમવીર સિંહ, પોલીસ અધિકારી સચિન વઝેની ભૂમિકા સંદિગ્ધ રીતે સામે આવી રહી છે. મંગળવારે એનઆઈએ તે વાતની પુષ્ટિ કરી હતી કે, સીસીટીવી ફૂટેઝમાં અંબાણીના ઘરની પાસે પીપીઈ કીટ પહેરેલો સંદિગ્ધ શખ્સ સચિન વાઝે હતો.
તો વળી આ અગાઉ સ્કોર્પિયોમાં વિસ્ફોટક રાખવાવાળા શખ્સ બાદ જે ઈનોવા કારમાં સવાર થયા હતા, તે પરમવીર સિંહની ઓફિસની સામેથી આવી હતી. તપાસ એજન્સીમાં પોલીસ અધિકારીઓના કનેક્શનમાં તપાસ ચાલી રહી છે.
શું હતો આખો મામલો
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકોથી ભરેલી સ્કોર્પિયો મળ્યા બાદ સનસનાટી ફેલાઈ ગઈ હતી. બાદમાં રહસ્યમયી પરિસ્થિતીમાં સ્કોર્પિયોનો માલિક મનસુખ હિરેનનું મોત થયુ છે. આ મામલે હિરેનની પત્નીએ પૂર્વ પોલીસ અધિકારી સચિન વઝે પર ગંભીર આરોપ લગાવ્યા હતાં.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31