Last Updated on April 4, 2021 by
ઈંડોનેશિયામાં મૂશળધાર વરસાદે ભારે તબાહી મચાવી છે. દેશના પૂર્વી વિસ્તારમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન અને પુરથી લગભગ 44 જેટલા લોકોના મોત થયા છે. જ્યારે હજારો લોકો બેઘર થયાં છે. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે અન્ય કેટલાય લોકો ગુમ થયા હોવાની પણ ખબર આવી રહી છે. ઈંડોનેશિયાના રાષ્ટ્રીય એજન્સીએ જણાવ્યુ હતું કે, પૂર્વી નૂસા તેંગ્ગરા વિસ્તારના ફ્લોરેસં ગ્વીપના લમેનેલે ગામમાં 50 ઘર પર પહાડીઓમાંથી મોટી માત્રામાં કાદવ તણાઈ આવ્યો હતો, જેમાં લોકો દટાઈ ગયાં હતાં.
લોકો કાદવ અને કિચડમાં તણાઈ ગયાં
રાહત અને બચાવ કામમાં લાગેલા જવાનોએ 38 મૃતદેહો બહાર કાઢ્યા હતા. પાંચ લોકો ઘાયલ હોવાની પણ વિગતો આવી છે. ઓયાંગ બયાંગ ગામમાં પાણીમાં તણાયેલા અન્ય 3 લોકોના શબ પણ મળ્યા છે. આ ગામમાં 40 ઘર ખતમ થઈ ગયા છે. અન્ય એક ગામ વૈબુરાકમાં રાતે ભારે વરસાદના કારણે પુર આવવાથી ચાર લોકો ગુમ થયાં છે. જ્યારે અન્ય લોકો ઘાયલ પણ થયાં છે. પુરનું પાણી પૂર્વી ફ્લોરેંસના જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતાં. જેના કારણે સૈંકડો લોકોના ઘરો ડૂબાઈ ગયા છે.
રાહત અને બચાવનું કામ ચાલું
રાહત અને બચાવ કામ ત્યાં ઝડપથી ચાલી રહ્યુ છે. જેમાં હજારો લોકો લાગી ગયા છે. વિજળી કાપ અને રસ્તાઓ પર પડેલા કાદવના કારણે મદદ કરવામાં પણ અડચણો આવી રહી છે. રાહત અને બચાવ કામમાં પોલીસ અને સૈનાના જવાનો પણ લાગી ગયા છે. લોકોને આશ્રય સ્થાનો તરફ લઈ જવાય છે. આ સમગ્ર વિસ્તારમાં લગભગ 10 હજાર જેટલા લોકોને ઘર છોડવાનો વારો આવ્યો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31