GSTV
Gujarat Government Advertisement

ભાજપ માટે ટેન્શનભર્યો દિવસ: ઉત્તરાખંડ બાદ હરિયાણામાં પણ પડુ પડુ થઈ રહી છે સરકાર, સહયોગી પાર્ટીના ધારાસભ્ય ગઠબંધન તોડવા કરી રહ્યા છે દબાણ

Last Updated on March 9, 2021 by

ઉત્તરાખંડ પછી ભારતીય જનતા પાર્ટી (BJP) માટે હરિયાણામાં નવું સંકટ સર્જાય તેવું લાગી રહ્યું છે. જનનાયક જનતા પાર્ટી (JJP) ના ધારાસભ્યોએ રાજ્યની ગઠબંધન સરકાર સામે નારાજગી દર્શાવી છે. JJPના ધારાસભ્યો નાયબ સીએમ દુષ્યંત ચૌટાલા પર ગઠબંધન તોડવા માટે દબાણ કરી રહ્યા છે.

ખેડૂત આંદોલને ચિંતા વધારી

હકીકતમાં, ખેડૂત આંદોલન વચ્ચે, કોંગ્રેસ હરિયાણા વિધાનસભામાં BJP-JJP ગઠબંધન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી છે, જેના પર બુધવારે ચર્ચા કરવામાં આવશે અને જરૂર પડ્યે મતદાન કરવામાં આવશે.

હરિયાણા વિધાન સભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા JJPનાં ધારાસભ્યોએ ગઠબંધન સરકાર વિરૂધ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે, પાર્ટીનાં સિનિયર નેતા દેવેન્દ્ર બબલીએ પાર્ટીનાં નેતા અને ઉપમુખ્ય પ્રધાન દુષ્યંત ચૌટાલાને ગઠબંધન અને સરકારનો સાથ છોડવાની સલાહ આપી છે.    

તેમણે જણાવ્યું કે ધારાસભ્યોને વ્હિપ જારી કરીને બળજબરીપુર્વક વોટ કરવાનું કહેવામાં આવી રહ્યું છે, જો કે તેમને લાગે છે કે JJP અને હરિયાણા સરકારે ખેડુતોની વાત સાંભળવી જોઇએ.

કોંગ્રેસના આકરા પ્રહારો

તો બીજી તરફ કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ સીએમ ભૂપેન્દ્રસિંહ હૂડાએ કહ્યું કે હરિયાણા સરકારે લોકોનો વિશ્વાસ ગુમાવી દીધો છે, ધારાસભ્યો અને અપક્ષોએ તેમને ટેકો આપ્યો હતો તે હવે તેમનો સાથે છોડી રહ્યા છે, અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવશે નહીં પરંતુ સીધું મતદાન કરવામાં આવશે. જેથી ઘણા ચહેરાઓ ખુલ્લી પડી જશે. લોકોનો અવાજ ઉઠાવવો એ વિપક્ષનું કામ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33