GSTV
Gujarat Government Advertisement

રસીની અછત/ ‘પોતાની નિષ્ફળતાઓથી ધ્યાન બીજે દોરવાનો પ્રયાસ’ આ બે રાજ્યો પર બગડ્યા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી

રસી

Last Updated on April 8, 2021 by

વિશ્વમાં સૌથી ઝડપી રસીકરણની બાબતમાં ભારતે અમેરિકાને પાછળ પાડીને ટોચનું સ્થાન મેળવી લીધું છે. ભારતમાં કોરોનાની રસી આપવાનો દૈનિક સરેરાશ દર ૩૦,૯૩,૮૬૧ છે. આ સાથે ભારતે અત્યાર સુધીમાં કોરોનાની રસીના કુલ ૮.૭૦ કરોડ ડોઝ આપ્યા છે. ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની રસીના ૩૩ લાખથી વધુ ડોઝ અપાયા હતા. દેશમાં રસીકરણ અભિયાનના ૮૧મા દિવસે ૬ઠ્ઠી એપ્રિલે રસીના ૩૩,૩૭,૬૦૧ ડોઝ અપાયા હતા, જેમાંથી ૪૧,૩૯૬ સત્રોમાં ૩૦,૦૮,૦૮૭ લાભાર્થીઓને પહેલો ડોઝ અને ૩,૨૯,૫૧૪ લાભાર્થીઓને રસીનો બીજો ડોઝ અપાયો હતો.

કોરોના

યુએસને પાછળ રાખી ભારતમાં રસીકરણ સૌથી ઝડપી

દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧૩,૩૨,૧૩૦ સત્રોમાં રસીના ૮,૭૦,૭૭,૪૭૪ ડોઝ અપાયા છે. બીજીબાજુ કોરોના મહામારીના વધતા કેસ મુદ્દે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને બુધવારે મહારાષ્ટ્ર અને છત્તિસગઢ સરકારની ઝાટકણી કાઢી હતી. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, દેશમાં કોરોનાની રસીની કોઈ અછત નથી. કેટલાક રાજ્યો પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે જનતામાં ભય ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

રસી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ મહારાષ્ટ્ર અને છત્તિસગઢ સરકારની ઝાટકણી કાઢી

હર્ષવર્ધને મહારાષ્ટ્રનું નામ લેતા કહ્યું કે રસીની અછત અંગે ત્યાંના જનપ્રતિનિધિઓ વારંવાર નિવેદનો કરી રહ્યા છે. તે માત્ર મહારાષ્ટ્ર સરકારની મહામારીના પ્રસારને નિયંત્રિત કરવા માટેની વારંવારની નિષ્ફળતાઓથી ધ્યાન બીજે દોરવાનો પ્રયાસ છે. તેમણે ઉમેર્યું કે, છત્તિસગઢમાં ૨-૩ સપ્તાહથી મોતની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. કારણ કે તેઓ રેપિડ એન્ટીજન ટેસ્ટ પર વધુ નિર્ભર છે. છત્તિસગઢ સરકારે ડીસીજીઆઈ દ્વારા ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી આપવા છતાં કોવેક્સિન રસીનો ઉપયોગ કરવાનો ઈનકાર કરી દીધો છે. કર્ણાટક, રાજસ્થાન અને ગુજરાત સહિતના રાજ્યોએ ટેસ્ટિંગમાં સુધારો કરવાની જરૂર છે. પંજાબમાં હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોય તેવા દર્દીઓની ઓળખ કરવા પર ધ્યાન આપવું જોઈએ. જેથી મોતની સંખ્યા ઘટાડી શકાય.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33