GSTV
Gujarat Government Advertisement

મહાશિવરાત્રી : કાશીથી લઈને હરિદ્વાર સુધી અને ઉજ્જૈનથી લઈને ગોરખપુર સુધી બમ-બમ ભોલેની ગૂંજ, આટલા લાખ લોકોએ લગાવી કુંભમાં ડૂબકી

કુંભ

Last Updated on March 11, 2021 by

સમગ્ર દેશમાં આજે 2021ના મહાશિવરાત્રી પર્વની ધૂમ મચેલી છે. કાશીથી લઈને હરિદ્વાર સુધી અને ઉજ્જૈનથી લઈને ગોરખપુર સુધી ભક્તો ભગવાન શિવની આસ્થામાં ડૂબકી લગાવી રહ્યા છે. દેશમાં આજે ચારે બાજુ બમ-બમ ભોલેનો નાદ ગૂંજી રહ્યો છે. હરિદ્વારના હર કી પૌડી ઘાટથી લઈને વારાણસીના અસ્સી ઘાટ સુધી ભગવાન શિવના ભક્તો પવિત્ર સ્નાનનો લાભ લઈ રહ્યા છે. આજે કુંભના પહેલા શાહી સ્નાનનો પણ દિવસ છે.

22 લાખ ભક્તોની ડૂબકી

હરિદ્વારના હર કી પૌડી ઘાટ પર સવારના સમયે 22 લાખ ભક્તોએ ડૂબકી લગાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, યુપીના મુખ્યમંત્રી યોગી, રાહુલ ગાંધી વગેરેએ ટ્વીટરના માધ્યમથી મહાશિવરાત્રીના પવિત્ર અવસરની શુભેચ્છાઓ પાઠવી હતી.

ઉત્તરાખંડના મુખ્ય સચિવ ઓમ પ્રકાશે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મેળા પરિસરમાં કોઈ પણ વ્યક્તિ SOPનું ઉલ્લંઘન કરશે તો તેના વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે તેમ જાહેર કર્યું હતું. શ્રદ્ધાળુઓએ મેળામાં આવતા પહેલા પોતાનો RT-PCR રિપોર્ટ ઓનલાઈન અપલોડ કરવો પડશે અને તે રિપોર્ટ 72 કલાકથી વધારે જૂનો ન હોવો જોઈએ. આ રિપોર્ટના આધારે શ્રદ્ધાળુઓને મેળા પરિસરમાં જવા ઈ-પાસ આપવામાં આવ્યા છે.

આજે ઘાટીમાં કાશ્મીરી પંડિતોના ઘરે જઈને શુભેચ્છા પાઠવશે મુસ્લિમો

આતંકવાદથી પ્રભાવિત કાશ્મીરની ઘાટીઓમાં વસતા કાશ્મીરી પંડિતોના સૌથી મોટા મહાશિવરાત્રીના પર્વ પર સલામી પાઠવીને મુસ્લિમ સમુદાયના લોકો પરંપરાનું પાલન કરશે. મુસ્લિમ પરિવારો શિવરાત્રી વખતે કાશ્મીરી પંડિતોના ઘરે જઈને તેમને શુભેચ્છા પાઠવે છે અને ભાઈચારાની મિસાલ સમાન પરંપરા નિભાવે છે. આશરે 3 દશકા કરતા પણ વધારે સમયથી વિસ્થાપનનો ડંખ સહી રહેલા કાશ્મીરી પંડિતો મહાશિવરાત્રી વખતે તમામ પરંપરાઓનું પાલન કરે છે.

શિવરાત્રી વખતે કાશ્મીરી પંડિતો ભગવાન ભૈરવની પૂજા કરે છે અને તેમને માંસ-માછલીનો ભોગ ચઢાવવાની પરંપરાનું પાલન કરે છે. પ્રદેશ સરકાર દ્વારા માછલી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. તે સિવાય પરંપરાગત શાકાહારી ભોગ પણ ચઢે છે જેમાં 5-6 પ્રકારના શાક હોય છે. રાતે પૂજા-અર્ચના બાદ પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33