Last Updated on March 20, 2021 by
લાંબા સમયબાદ કોંગ્રેસ માટે અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ માટે રાહતના સમાચાર આવ્યા છે. સેશન્સ કોર્ટે હાર્દિક પટેલને મોટી રાહત આપી છે. હાર્દિક પટેલે ગુજરાત બહાર જવા માટે અરજી કરી હતી જેને સેશન્સ કોર્ટે માન્ય રાખી છે.
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ગુજરાત બહાર જવા માટે અરજી કરી હતી. જેને આખરે સેશન્સ કોર્ટે ગ્રહ રાખી છે હાર્દિકને 3 મહિના માટે ગુજરાત બહાર જવા માટે મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે 6 મહિનાની મજૂરી માંગી હતી તેની સામે માત્ર 3 મહિનાની મંજૂરી મળી છે.
હાર્દિક પટેલને સેશન્સ કોર્ટે આપી મોટી રાહત
- હાર્દિક પટેલને રાજ્ય બહાર જવા સેશન્સ કોર્ટે આપી મંજૂરી
- 3 મહિના માટે હાર્દિક પટેલને ગુજરાત બહાર જવા અપાઈ મંજૂરી
- હાર્દિક પટેલે 6 મહિના માટે રાજ્ય બહાર જવા માંગી હતી મંજૂરી
- પણ, સેશન્સ કોર્ટે 3 મહિના માટે આપી છે મંજૂરી
તો આપહેલા ગત 10 માર્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને મોટો ઝટકો મળ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે મોટો ઝાટકો આપ્યો હતો. જેમાં હાર્દિક પટેલે ગુજરાત રાજ્ય બહાર જવાની અરજી દાખલ કરી હતી. જેમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષને ગુજરાત બહાર જવા માટે હાઈકોર્ટની પરમીશન લેવી જરૂરી છે. આ અંગે હાર્દીક પટેલે કાયમી ગુજરાત બહાર જવાની અરજી દાખલ કરી હતી, જે અરજીને હાઈકોર્ટે સંદતર રીતે ફગાવી દીધી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31