GSTV
Gujarat Government Advertisement

એર ઈન્ડિયા વેચાઈ જશે : નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું અમારી પાસે વિકલ્પ જ નથી, 60 હજાર કરોડનું છે દેવું

Last Updated on March 27, 2021 by

કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ સ્પષ્ટ પણે કહ્યું છે કે, એર ઈન્ડિયાનું 100 ટકા પ્રાઈવેટાઈઝેશન કરવામાં આવશે. કારણકે સરકાર પાસે તેના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

તેમણે કહ્યું હતું કે, એર ઈન્ડિયા ફર્સ્ટ ક્લાસ સંપત્તિ છે પણ કંપની પર 60,000 કરોડ રુપિયાનું દેવું છે. આ સ્થિતિમાંથી બહાર આવવું પડશે. ગઈ બેઠકમાં નક્કી કરાયું હતું કે, જેમણે પણ એર ઈન્ડિયા માટે બોલી લગાવી છે તેમને 64 દિસનો સમય આપવામાં આવશે. આ વખતે સરકાર સંપૂર્ણ રીતે એર ઈન્ડિયાને વેચવા માટે કટિબધ્ધ છે અને તેમાં કોઈ પણ પ્રકારની મૂંઝવણનો સવાલ નથી.

એર ઈન્ડિયા માટે બોલી લગાવનારાઓમાંથી ટાટા ગ્રૂપ તેમજ સ્પાઈસ જેટના પ્રમોટર અજય સિંહને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે. સૂત્રોના કહેવા પ્રમાણે હવે તેમણએ ફાઈનાન્સિયલ બિડ સરકારને આપવી પડશે. જેમાં તેમણે કહેવું પડશે કે એર ઈન્ડિયાનું જે દેવું છે તે પૈકી કેટલું દેવું તેઓ લેવા માટે તૈયાર છે અને કેટલું એડવાન્સ પેમેન્ટ કરવા માંગે છે.

બેમાંથી જે પણ વધારે ઈકોનોમિક વેલ્યૂ આપવા માટે તૈયાર હશે તેના નામે એર ઈન્ડિયા થશે. ખરીદનારાએ એર ઈન્ડિયાની જે એન્ટરપ્રાઈઝ વેલ્યૂ છે તેના 15 ટકા કેશમાં પેમેન્ટ કરવું પડશે. બાકીની રકમ લોન તરીકે રાખવાનો વિકલ્પ પણ હશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33