Last Updated on February 27, 2021 by
સુપ્રીમ કોર્ટે શુક્રવારે શારીરિક સતામણીની ફરિયાદ પર સુનાવણી કરતા પૂર્વ જજને બરફના લપસણો પર ચાલવાની નસીહત આપી છે. કોર્ટે કહ્યું, શારીરિક શોષણને નજરઅંદાજ નહિ કરી શકાય. જુનિયર જજની સેક્શ્યુઅલ હાર્સમેન્ટની ફરિયાદ પૂર્વ જિલ્લા જજ વિરુદ્ધ તપાસ કાર્યવાહી ચાલી રહી છે અને આ કાર્યવાહી વિરુદ્ધ પૂર્વ જજે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરવાથી ઇનકાર કરતા ઉક્ત ટીપ્પણી કરી છે.
સુપ્રિમ કોર્ટમાં મધ્ય પ્રદેશ હાઈ કોર્ટ તરફથી રજુ થયેલ વકીલે કહ્યું કે, પૂર્વ જીલ્લા જજે જે મેસેજ પોતાના જૂનિયર લેડી ઓફિસરને મોકલી રહ્યા હતા તે ખુબ જ આપત્તિજનક હતા. મહિલા જજની ફરીયાદ પર હાઈકોર્ટ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હાઈકોર્ટ દ્વારા કોઈ યૌન ઉત્પીડનની ફરીયાદના મામલામાં પૂર્વ જીલ્લા જજની વિરુદ્ધમાં અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તમે બરફની ચાદર પર ચાલી રહ્યા છો
સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના પૂર્વ જજને કહ્યું કે અરજી પરત લેવો. ઉચ્ચ અદાલતે કહ્યું કે આ પ્રકારની હરકત નજરઅંદાજ નહિ કરી શકાય. અદાલતે કહ્યું કે તમે બરફની ચાદર પર ચાલવાની કોશિશ કરી રહ્યો છે તમે ગમે ત્યારે પડી શકો છો. તમે તપાસ કમિટી સામે હજાર થાઓ ત્યાં તમને પક્ષ મુકવાનો મોકો મળશે .
કોર્ટની ફટકાર સંભાળી પરત લીધી અરજી
અદાલતની વાત સાંભળી અરજદારના વકીલે અરજી પરત લેવાની માંગ કરી. સુપ્રીમ કોર્ટે અરજી પરત લેવાની મંજૂરી આપતા કહ્યું કે અરજીકર્તને એ વાતની લિબર્ટી છે કે તેઓ તપાસ કમિટી પાસે હાજર થઇ શકે છે. ગઈ સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે એક સિનિયર જ્યુડિશલ ઓફિસરનો કંડક્ટ વધુ યોગ્ય હોવો જોઈએ અને તમે લેડી ઓફિસર સાથે ડીલ કરી રહ્યા છે તો તમારો કંડક્ટ સારો હોવો જોઈએ. ચીફ જસ્ટિસે કહ્યું કે જુનિયર ઓફિસર સાથે ફ્લર્ટ કરવું સ્વીકાર્ય નથી.
એવા મેસેજ ક્યારેય સ્વીકાર્ય નથી
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એક જજ જો જુનિયર લેડી ઓફિસરને આપત્તિજનક મેસેજ મોકલે છે અને ફ્લર્ટ કરવા વાળા મેસેજ મોકલે છે તે સ્વીકાર નહિ કરી શકાય. મધ્ય પ્રદેશ હાઇકોર્ટ દ્વારા આ મામલામાં જજ વિરુદ્ધ કાર્યવાહી કરી છે આ કાર્યવાહી વિરુદ્ધ જજે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે આ અરજી સુનાવણી થી ઇનકાર કરી દીધો છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31