Last Updated on March 24, 2021 by
હળવદમાં ખેડૂતોના ચક્કાજામ મામલે તંત્રના અધિકારીઓએ સમજાવટ કરતા આખરે ખેડૂતો હાઇવે પરથી હટ્યા છે. હાઇવે પર મોટી સંખ્યામાં ખેડૂતોએ ચક્કાજામ કરતા તંત્રમાં દોડધામ મચી. લાકડીયાથી વડોદારની 765 કેવી વીજ લાઇનને કારણે જમીન નુકસાનીના વળતર મુદ્દે ખેડૂતોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું.
મામલાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી ખેડૂતોની અટકાયત શરૂ કરતા પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઇ. જે બાદ ખેડૂતોએ મામલતદાર કચેરીએ એકત્ર થઇ રામધૂન બોલાવી. 15 ગામના 500થી વધુ ખેડૂતોએ પોતાની માંગણી સંતોષવા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.
સમગ્ર મામલે ખેડૂતોનું કહેવું છે કે તેમણે આ મામલે અનેક વખત તંત્રને રજૂઆતો કરી તેમ છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. વળી ખેડૂતોને પોલીસનો ભય બતાવી ધમકાવવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. જો તંત્ર દ્વારા ખેડૂતોની માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. જો કે અધિકારીઓએ ખેડૂતોના પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31