Last Updated on March 23, 2021 by
મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં ગંભીર અકસ્મત સર્જાયો છે. જેમાં ઓટો રિક્ષાને અને બસ ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે લોકોની ચીચીયારી આંક્રદથી વાતાવરણ ગમગીન બન્યું હતું. આ અકસ્માતમાં 13ના મોત થયા.જ્યારે કે, ત્રણથી વધારે લોકો ઘાયલ થયા. અકસ્માતમાં ઓટો રિક્ષામાં સવાર 10 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા.મળતી માહિતી પ્રમાણે રિક્ષામાં 12થી 15 લોકો સવાર હતા. જેમા આશરે 12 જેટલી મહિલાઓ સામેલ હતી.’
- મંગળવારે સવારે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એકઅકસ્માત સર્જાયો
- અકસ્માતમાં 13 ઓટો સવારના મોત નીપજ્યા હતા
- ઓલ્ડ કેન્ટોનમેન્ટના વિસ્તારમાં બસે મારી ટક્કર
- અકસ્માત બાદ સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો
Madhya Pradesh: 10 dead and 4 injured after a bus collided with an auto in Purani Chhawani area of Gwalior, earlier today.
— ANI (@ANI) March 23, 2021
આ અકસ્માત મુરૈના રોડ પાસે સર્જાયો. ઘટના અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તો ઘાયલ થયેલા લોકોના સારવાર માટે ખસેડવામાં આવ્યા. સ્થાનિક પોલીસના જણાવ્યા પ્રમાણે અકસ્માતમાં 13ના મોત થયા હોવાની પુષ્ટી કરવામાં આવી છે.
ચાર-ચાર લાખ વળતરનું એલાન
ત્યાં જ ઘટના પર સીએમ શિવરાજ સિંહ ચૌહાણે દુઃખ વ્યકત કર્યું છે. તેમણે મૃતકના પરિવાર માટે ચાર-ચાર લાખ રૂપિયાના વળતરનું એલાન કર્યું છે. મુખ્યમંત્રીએ તમામ ઘાયલોને જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. સાથે જ પીડિતોને તમામ સંભવ મદદનું આશ્વાસન આપ્યું છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31