Last Updated on April 3, 2021 by
ગુજરાત સરકારની ચાર વીજ કંપનીઓ દ્વારા તેના 1.30 કરોડ વીજ જોડાણધારકો પાસેથી ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટની ફોર્મ્યુલા હેઠળ વસૂલવામાં આવતા દરમાં યુનિટદીઠ 21 પૈસાનો વધારો કરી આપવાનો નિર્ણય આજે ગુજરાત વીજ નિયમન પંચે જાહેર કર્યો છે.
આ વધારને કારણે મહિને 200 યુનિટની આસપાસનો વીજવપરાશ ધરાવતા ગ્રાહકોના વીજબિલમાં વેરા સાથે રૂા. 50થી 55નો વધારો આવશે. ગુજરાત વીજ નિયમન પેચે ચાર વીજ કંપનીઓના વીજદર વધારાની પીટીશનમાં એફપીપીપીએમાં યુનિટદીઠ 20 પૈસાનો વધારો માગ્યો હતો.
તેની સામે પાંચમી એપ્રિલે નિવૃત્ત થઈ રહેલા ચૅરમૅન ગુજરાતની વીજ કંપનીઓને ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટની ફોર્મ્યુલા હેઠળ યુનિટદીઠ 21 પૈસાનો વધારો મંજૂર કરી આપતા ગુજરાતના વીજ ગ્રાહકોને માથે વરસે દહાડે રૂા. 2100 કરોડનો બોજ આવશે.
આમ વીજદરમાં તેમણે આડકતરી રીતે 21 પૈસાનો વધારો કરી આપ્યો છે. ગુજરાત વીજ નિયમન પંચે આ વધારો આપવા માટે પાવર પરચેઝ કોસ્ટના પાયાના ભાવ યુનિટદીઠ રૂા. 4.30થી વધારીને રૂા. 4.48 કરી આપ્યા છે. આમ બેઝિક દરમાં 18 પૈસાનો વધારો આપ્યો છે. તેવી જ રીતે એફપીપીપીએના બેઝિક ભાવ રૂા. 1.59થી વધારી રૂા.1.80 કરી આપ્યા છે.
આ વધારાને પરિણામે નીચામાં નીચા સ્લેબમાં આવતા વીજવપરાશકારને યુનિટદીઠ રૂા. 3.05ના ભાવે મળતી વીજળીન દરમાં અંદાજે 7 ટકાનો વધારો થશે. 2021-22ના વર્ષના વીજબિલમાં આ વધારો જોવા મળશે. તેને કારણે 1.30 કરોડ વીજવપરાશકારોને માથે વરસે દહાડે રૂા. 2100 કરોડનો વીજદર વધારાનો બોજ આવશે. મહિને આ બોજ રૂા.175 કરોડનો આવશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31