Last Updated on March 17, 2021 by
ગુજરાતના ચારેય મોટાં શહેરોમાં રાત્રે દસથી સવારે છ વાગ્યા સુધી કરફ્યૂ લાદવાનો નિર્ણય આજે સરકારે કર્યો છે. ધંધા-રોજગાર માંડ બેઠાં થઇ રહ્યા છે ત્યારે આવાં નિર્ણયના કારણે ખૂબ જનાક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો અત્યારે ફરિયાદ કરી રહ્યા છે કે સ્થાનિક ચૂંટણીઓ દરમિયાન અને ક્રિકેટ મેચના આયોજનમાં થયેલી બેદરકારની કારણે સામાન્ય લોકોને રાત્રિ કરફ્યૂનો ડામ મળ્યો છે.
ક્રિકેટ મેચના આયોજનમાં થયેલી બેદરકારની કારણે સામાન્ય લોકોને રાત્રિ કરફ્યૂનો ડામ મળ્યો
લોકો અત્યારે સોશિયલ મીડિયા સહિતના માધ્યમો દ્વારા રોષ વ્યક્ત કરી રહ્યા છે કે નાઇટ કરફ્યૂના જગ્યાએ સરકારે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ અંગેનું ચેકિંગ કડક બનાવવું જોઇએ. અત્યારે રાજકીય અને સરકારી કાર્યક્રમોમાં જ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી થતું અને કેટલીક જગ્યાએ સામાન્ય વ્યક્તિ દ્વારા ભૂલથી પણ માસ્ક નીચે થાય તો તેની દંડ ફટકારી દેવામાં આવે છે. જેની જગ્યાએ સરકારે નિષ્પક્ષતાથી નિયમ પાલન કરાવવું જોઇએ.
સરકારે નિષ્પક્ષતાથી નિયમ પાલન કરાવવું જોઇએ
લોકો ફરિયાદ કરી રહ્યા છે કે એક મહિના પહેલાં જ્યારે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો હતો અને કોસમાં ધીમે-ધીમે વધારો નોંધાઇ રહ્યો હોત ત્યારે સરકારે નિર્ણય લીધો હોત તો આ પરિસ્થિતિ ઉભી ન થાત. આ ઉપરાંત અમદાવાદમાં ક્રિકેટ મેચમાં એકથી થતી લાખોની મેદની બાબતે પણ સરકારે અંત સુધી આંખ આડા કાન કર્યા.
ધંધા-રોજગારને રાત્રે ૧૨ વાગ્યા સુધીની છૂટ મળતા ધંધા માંડ ઉભા થઇ રહ્યા હતા અને લોકડાઉન અને નાઇટ કરફ્યૂના કારણે થયેલા નુકસાનમાંથી નાનાં વેપારીઓ માંડ ઉપર આવી રહ્યા હતા. ત્યારે આ નિર્ણયના કારણે ફરી સામાન્ય લોકોની માઠી બેઠી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31