Last Updated on March 9, 2021 by
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર છે. માર્ચ મહિનામાં ફૂંકાતા સૂકા અને ગરમ હવામાન વચ્ચે મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ઉનાળાની શરૂઆત પહેલાં જ લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. તો લઘુતમ તાપમાન નીચું જતાં રાત્રિ દરમિયાન ઠંડીનો અહેસાસ થાય છે. બેવડી ઋતુનો અનુભવ વચ્ચે હવામાન નિષ્ણાંતોએ વાદળછાયા વાતાવરણ સાથે માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગે પણ વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ માવઠાની આગાહી કરી છે.
12થી 15 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે માવઠું થવાની શકયતા
અંબારામ દા. પટેલની આગાહી મુજબ રાજ્યમાં 12થી 15 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે માવઠું થવાની શકયતા છે. ગલ્ફમાંથી ઉડતી ધૂળ કચ્છના વિસ્તાર પર આવી પહોંચી છે. દરિયાકિનારા વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમ વર્ષા થશે કેટલાક ભાગમાં કરા પડવાની શક્યતા છે. કેટલાક ભાગોમાં ગરમી સાથે માવઠું અને ધૂળભરી આંધીઓ આવશે.
જીરું સહિતના પાકની કાપણી સમયે ખેડૂતો સાવધાની રાખે
સામાન્ય રીતે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ગરમી 35થી 40 ડિગ્રીની વચ્ચે પહોંચી ગઈ છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબારામ દા. પટેલની આગાહી મુજબ ગુજરાતના વાતાવરણમાં ઓચિંતો પલટો આવશે. જેને પગલે ખેડૂતોએ પણ સાવધ રહેવું પડશે. જીરું સહિતના મસાલા પાક તૈયારી ઉપર છે. આવા સમયે ખેડૂતોએ ખાસ સાચવવું પડશે. કાપણી સમયે ખેડૂતોએ ખેતર પર ખાસ ધ્યાન આપવું.
આગામી દિવસોમાં હજુ પણ ગરમીનો પારો વધુ ઉંચકાશે
આજે દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 37.5 અને જ્યારે ગત રાત્રિએ સરેરાશ લઘુતમ તાપમાન 19.7 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં આગામી ચાર દિવસ 38 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે. પરંતુ 13 માર્ચથી ગરમીનું જોર વધશે અને તાપમાન 40 ડિગ્રીએ પણ પહોંચી શકે છે. ગત રાત્રિએ 13.5 ડિગ્રી સાથે વલસાડમાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. ધીમે ધીમે રાજ્યમાં ગરમીનો પારો વધી રહ્યો છે. રાજ્યના 14 શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. અને આગામી દિવસોમાં હજુ પણ ગરમીનો પારો વધુ ઉચકાય તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31