GSTV
Gujarat Government Advertisement

કોરોના ભરખી જાય તે પહેલા ચેતી ગયા ગામડાઓ, અનેક સ્થળોએ અપાયું સ્વૈચ્છિક લોકડાઉન

Last Updated on April 10, 2021 by

રાજ્યમાં શહેર બાદ ગ્રામિણ વિસ્તારમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી ગામાડાઓમાં પણ સ્વૈચ્છિક લોકડાઉન લાગૂ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે મોરબીના હડમતિયા ગામે સ્વયંભૂ લોકડાઉન નિર્ણય કર્યો છે. મોરબી બાદ દેવભૂમિના દેવળીયા, કલ્યાણપુર, રાવલ અને કાનપર શેરડી ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું. આ તમામ ગામોમાં બપોર બાદ દુકાનો સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો આ તરફ વલ્લભ વિદ્યાનગરમાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા અડધો દિવસ જ દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

લોકડાઉન

વેપારીઓએ આપ્યું શનિ-રવિ લોકડાઉન

અમદાવાદમાં સોલા-સાયન્સસીટી વિસ્તારના વેપારીઓએ શની-રવી સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કર્યુ છે. એટલેકે 10-11 એપ્રિલના રોજ આ વિસ્તારના બજાર બંધ રહેશે. વધી રહેલા કોરોના સંક્રમણને પગલે સોલા-સાયન્સ સીટી વિસ્તારમાં સૌ વેપારીઓની એક મહત્વની મીટીંગ મળી. જેમાં બે દિવસ સ્વૈછીક લોકડાઉન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિસ્તારમા આશરે બે હજાર જેટલા વેપારીઓ વેપાર કરે  છે અને લગભગ તમામ વેપારીઓ સ્વૈચ્છીક લોકડાઉન માટે સહમત થયા છે. વેપારીઓનુ કહેવું છે કે કોરોનાએ વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ છે ત્યારે તેની ચેઇન તોડવી જરુરી છે.

પાલિકા બંધના પગલાં સામે ગરીબોની વ્યથા

સુરતના ઉધના વિસ્તારમાં ભરાતા શાકભાજી બજારને પાલિકાએ બંધ કરાવ્યું. શાકભાજી અને દુકાનો પર થતી ભીડના કારણે પાલિકા દ્વારા પગલાં લેવાયા છે. શાકભાજીનો વેપાર કરતા નાના વેપારીએ પાલીકા અધિકારીના હાથ જોડયા હતા. હાલમાં લોક ડાઉન અને કોરોનાની ગંભીર સ્થિતિથી પહેલેથી જ આર્થિક મુશ્કેલીઓના કારણે શાકભાજીના વેપારીઓ મુશ્કેલીમાં છે આવી વિકટ સ્થિતીમાં શાકભાજીની લારી કબજે કરતા અધિકારીઓ સમક્ષ વેપારીએ હાથ જોડીને અરજ કરી હતી.

બાયડમાં વિકેન્ડ લોકડાઉન

બાયડમાં કોરોનાના વધતા સંક્રમણને લઇને વેપારીઓએ દર શનિ-રવિ સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી છે. આગામી 10 દિવસ માટે બજારો 8 કલાક જ એટલે કે બપોરે 3 વાગ્યા સુધી જ ખુલ્લા રહેશે. બપોરે 3 વાગ્યાથી લઇને સવારે 6 વાગ્યા સુધી તમામ દુકાનો બંધ રહેશે.

વલ્લભવિદ્યાનગરમાં અડધા દિવસનું લોકડાઉન

વલ્લભ વિદ્યાનગરમાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા અડધો દિવસ જ દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ આગામી 10 દિવસ બપોરે 3 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી તમામ દુકાનો બંધ રહેશે. વલ્લભ વિદ્યાનગરના મોટા ભાગના વેપારીઓએ પણ તંત્રના નિર્ણયને સમર્થન જાહેર કર્યું છે. જો કે અમુક વેપારીઓ દ્વારા લોકડાઉનના સમયમાં ઘટાડો કરવાની માંગ કરાઇ છે. લોકડાઉનના સમર્થનમાં લગભગ તમામ વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી હતી. જો કે ગણ્યા ગાંઠ્યા વેપારીઓએ પોતાની દુકાનો ચાલુ રાખી બપોરે 3 વાગ્યાના બદલે સરકારે જાહેર કરેલા સમય 8 વાગ્યાથી લોકડાઉન લાગુ કરવા માંગ કરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33