GSTV
Gujarat Government Advertisement

હવે લઘુમતી શાળાના આચાર્યો-શિક્ષકો માટે પણ ટાટ ફરજીયાત, વિધાનસભામાં શિક્ષણમંત્રીએ કરી જાહેરાત

Last Updated on March 31, 2021 by

વિધાનસભા ગૃહમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક પસાર થયું. નવી જોગવાઇ મુજબ હવેથી રાજ્યની લઘુમતિ શૈક્ષણિક સંસ્થાઓમાં આચાર્ય અને શિક્ષકની નિમણૂંક માટે ટાટની પરીક્ષા અનિવાર્ય બનાવવામાં આવી છે.

શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓમાં આચાર્ય અને શિક્ષકની નિમણૂંક માટે યોગ્ય લાયકાત અમલી બનાવવા અંગેના સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ચુકાદાને સુસંગત સુધારા આ બિલમાં સામેલ છે.

શિક્ષણમંત્રીએ વધુમાં જણાવ્યું કે અત્યાર સુધી લઘુમતિ સંસ્થાઓ દ્વારા શિક્ષકની પસંદગીમાં ટાટના મહત્વના ગુણાંકનને ધ્યાનમાં લેવામાં આવતા નહોતા. જેના કારણે શિક્ષકની ગુણવતાની પસંદગી માટેના નિયત ધોરણો જળવાતા નથી. પરંતુ હવે સુધારા વિધેયક પસાર થવાથી લઘુમતિ સંસ્થાઓમાં પણ ટાટની પરીક્ષા વડે જ શિક્ષકોની પસંદગી કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33