Last Updated on March 9, 2021 by
ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન વિવિધ વિભાગોને લગતા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી. જેમાં શહેરી વિકાસ અને ગૃહનિર્માણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, શિક્ષણ વિભાગ, તેમજ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગને લગતા વિવિધ મુદ્દાઓ તેમજ પૂરક માંગણીઓ પર પણ ચર્ચા થઇ હતી.
કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સીધી ભરતી અંગે કર્યો સવાલ
આ ચર્ચામાં એક વાર ફરી વિધાનસભા ગૃહમાં ભરતીનો મુદ્દો ગુંજ્યો હતો. ભરતીને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચેની નિવેદનબાજી સામે આવી હતી. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સીધી ભરતી અંગે સવાલ કર્યો હતો. તેમને સવાલ કર્યો હતો કે, ‘સરકાર છ લાખથી વધુ કર્મચારીઓ આઉટ સોર્સિંગથી અને ફિક્સ પગારથી ભરતી કરે છે.’ તેના ઉત્તરમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જવાબ આપતા જણાવ્યું હતું કે, ‘વિપક્ષે પહેલાં પ્રશ્ન સમજવાની જરૂર છે. વધુ સારી રીતે કામ થાય તે માટે આઉટ સોર્સિંગથી ભરતી કરાય છે, સરકાર શોષણ નથી કરતી હોવાનો જવાબ આપ્યો હતો.’
છેલ્લાં ત્રણ વર્ષમાં 1.25 લાખ કર્મીઓની ભરતી કરવામાં આવી : CM
પ્રશ્નોત્તરીમાં ચર્ચામાં મુખ્યપ્રધાને હાજર રહી તેમણે વિગતો આપી હતી. સરકારી ભરતી મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ‘છેલ્લાં ત્રણ વર્ષમાં 1.25 લાખ કર્મીઓની ભરતી કરવામાં આવી છે.’ રાજ્ય સરકારની કાયમી જગ્યાઓ પર ભરતી કેલેન્ડર પ્રમાણે કરાતી હોવાનું સીએમએ સ્વીકાર કર્યો હતો. કોંગ્રેસ સરકારે ભરતી પર મુકેલા સાત વર્ષના ભરતી પ્રતિબંધ હટાવી નિયમિત ભરતી પ્રક્રિયા માટે વાર્ષિક કેલેન્ડર બનાવ્યું હતું.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31