Last Updated on March 30, 2021 by
કોરોના સંક્રમણે એટલો બધો કહેર મચાવ્યો છે કે, હવે કોરોનાના ભરડામાં નેતાઓ, કોરોના વોરિયર્સ, ખેલાડીઓ તેમજ બોલીવુડ સહિતની દિગ્ગજ હસ્તીઓ પણ ઝપેટમાં આવી ગઇ છે. ત્યારે રાજ્યમાં તાજેતરમાં જ મોટા સમાચાર સામે આવ્યાં છે. રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલ પણ કોરોનાગ્રસ્ત થયા છે. જેથી સૌરભ પટેલ કોરોના પોઝિટિવ થતા હવે પ્રશ્નોતરી કાળમાં આવતી કાલે ડે.સીએમ નીતિન પટેલ ગૃહમાં તેમના વતી સવાલોના જવાબો આપશે.
સચિવાલયમાં 54 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ
અત્રે નોંધનીય છે કે, સચિવાલયમાં કોરોના વિસ્ફોટ થતા કર્મચારીઓમાં ભારે ડરનો માહોલ પ્રસરાઇ ગયો છે. માત્ર એક જ દિવસમાં 30 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કર્મચારીઓના સ્ટાફમાં ફફડાટ ફેલાઇ ગયો છે. તમને જણાવી દઇએ કે, ગાંધીનગરના ન્યુ સચિવાલયના બ્લોક 7માં કુલ 192 કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેમાંથી 138ના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે જ્યારે 54 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે.
રાજ્યમાં મૃત્યુઆંકમાં વધારો, હાલમાં 147 દર્દીઓ હજુ વેન્ટીલેટર પર
ઉલ્લેખનીય છે કે, આજ રોજ ગુજરાતમાં કોરોનાના છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં વધુ નવા 2220 નવા કેસો સામે આવ્યાં છે જ્યારે નવા 10 લોકોના મોત થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4510 એ પહોંચ્યો છે. રાજ્યમાં મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે રાજ્યમાં વધુ 1988 દર્દીઓ સાજા થયા છે તો કુલ 2,88,565 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 94.51 ટકા છે.
ગુજરાતમાં હાલમાં કુલ 12,263 એક્ટિવ કેસો છે તો વેન્ટીલેટર પર 147 દર્દીઓ છે જ્યારે 12,116 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. જ્યારે રાજ્યમાં ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 2,88,565 છે તો કુલ મૃત્યુઆંક 4510 એ પહોંચ્યો છે. આજ રોજ નોંધાયેલા નવા 10 દર્દીઓના મોતમાં અમદાવાદમાં 5 અને સુરતમાં 4 અને વડોદરામાં 1 એમ કુલ 10 દર્દીઓના આજે મોત નિપજ્યાં છે.
રાજ્યના 4 મહાનગરોમાં લંબાવાયો રાત્રિ કરફ્યુ
ગુજરાતમાં ફરી કોરોના વકરતા રાજ્યના 4 મહાનગરોમાં સરકાર દ્વારા રાત્રિ કરફ્યુ લાદવામાં આવેલો છે. રાજ્યના મહાનગરો જેવાં કે, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં રાત્રિ કફર્યૂને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે. ચારેય મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની તારીખનો સમય લંબાવાયો છે. તમને જણાવી દઇએ કે, મહાનગરોમાં રાત્રિ કરફ્યુ 31 જાન્યુઆરી સુધી રખાયો હતો જે હવે આગામી તારીખ 15 એપ્રિલ સુધી રાખવામાં આવશે. નોંધનીય છે કે, રાત્રિ કરફ્યુનો સમય રાત્રિના 9થી સવારના 6 સુધી યથાવત રહેશે.
સોલા સિવિલમાં પણ કોરોનાના કેસો વધતા બેડ ફુલ
રાજ્યમાં વકરેલા કોરોનાના કહેર વચ્ચે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના વિસ્ફોટ થયો હોય તેવી રીતે કોરોનાના 100 કરતા વધુ દર્દીઓ હાલમાં દાખલ કરાયા છે. હાલમાં સોલામાં કોરોનાના બે વોર્ડ ખોલવામાં આવ્યાં છે. જેમાં છઠ્ઠા અને નવમાં માળે દર્દીઓને રાખવામાં આવ્યાં છે. આગામી સમયમાં કોરોના કેસ વધતા વધુ વોર્ડ ખોલવામાં આવશે. હાલમાં 100માંથી 50 જેટલાં દર્દીઓ ઓક્સિજન ઉપર છે. હાલની સ્થિતિમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ વધુ એડમિટ થઈ રહ્યાં છે. હાલમાં સોલા સિવિલ હોસ્પિટલમાં 180 બેડ કાર્યરત છે તેમાંથી 100 બેડ તો ફૂલ થઇ ગયા છે.
અમદાવાદની સિવિલમાં 459 દર્દીઓ દાખલ, 11 વેન્ટીલેટર પર અને અન્ય 82 બાયપેપ પર
તો બીજી બાજુ અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લાં કેટલાંક દિવસથી અમદાવાદના કેસોમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 459 દર્દીઓ દાખલ છે જે પૈકી 11 દર્દીઓ વેન્ટીલેટર પર અને અન્ય 82 દર્દીઓ બાયપેપ પર સારવાર હેઠળ છે. આ અંગે માહિતી આપતા સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટે જણાવ્યું કે, ‘દાખલ દર્દીઓને રેમડીસીવર ઈન્જેકશન વધુ આપવા પડતા હોવાની હાલ સ્થિતિ સર્જાઈ છે, સિવિલ હોસ્પિટલમાં હાલ 1200 બેડથી વધારે બેડ વધારવામાં આવશે.’
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31