GSTV
Gujarat Government Advertisement

Big News : ગુજરાત યુનિવર્સિટી દ્વારા મહત્વનો નિર્ણય, કોરોના સંક્રમણ વધતા પરીક્ષા રખાઇ મોકૂફ

પરીક્ષા

Last Updated on April 6, 2021 by

ગુજરાતમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. એવામાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોરોના કાળમાં વિદ્યાર્થીઓને ધ્યાને રાખી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. તારીખ 12 તેમજ 23 એપ્રિલથી શરૂ થતી પરીક્ષા હાલમાં મોકૂફ રખાઇ છે. આગામી સમયમાં પરીક્ષા ઓનલાઇન અને ઓફલાઇન મોડથી યોજાશે. પરીક્ષા અંગેનું નોટિફિકેશન પણ આગામી સમયમાં વેબસાઈટ પર મુકાશે.

કોરોના

ઉલ્લેખનીય છે કે, ગુજરાત યુનિવર્સિટીએ 12 એપ્રિલથી બીએ, બીકોમ, બીએસસી, બીએડ અને બીસીએની સેમેસ્ટર 1ની ઓફલાઇન પરીક્ષા લેવાની જાહેરાત કરી હતી. જ્યારે GTU એ 16 એપ્રિલથી બીઇ, બીટેક, બીફાર્મ, ડી ફાર્મ, ડિપ્લોમા એન્જિનિયરના સેમેસ્ટર 1ની ઓફલાઇન પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો છે. ત્યારે યુનિવર્સિટીના આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. ઓફલાઇન પરીક્ષા સ્થગિત રાખવા વિદ્યાર્થીઓએ માંગ કરી હતી. ઓફલાઇન પરીક્ષા રદ્દ કરીને ઓનલાઇન પરીક્ષા યોજવા NSUI અને વિદ્યાર્થીઓએ માંગ કરી હતી.

This image has an empty alt attribute; its file name is Guj-UNI-VC.jpg

જો કોરોના વિસ્ફોટ વચ્ચે ઓફલાઇન પરીક્ષા યોજાશે તો NSUI એ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. વિદ્યાર્થીઓના વિરોધ અને બદલાતી પરિસ્થિતિને લઈને ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. તારીખ 12 તેમજ 23 એપ્રિલથી શરૂ થતી પરીક્ષા હાલમાં મોકૂફ રખાઇ છે. જેથી હવે આગામી સમયમાં પરીક્ષા ઓનલાઇન અને ઓફલાઇન મોડથી યોજાશે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33