Last Updated on March 28, 2021 by
અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે. જોકે, રેલવે સ્ટેશન પર માત્ર મહારાષ્ટ્રથી આવતા મુસાફરોનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. ત્યારે સવાલ એ છે કે, અન્ય રાજ્યના દર્દીઓ કોરોના નેગેટિવ છે. તો શા માટે માત્ર મહારાષ્ટ્રથી આવતા મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવે છે.
સરકારના પરિપત્રને અમદાવાદનું વહીવટી તંત્ર ઘોળીને પી ગયુ
તો બીજી તરફ રાજ્ય સરકારે અન્ય કોઈપણ રાજ્યમાંથી આવતા મુસાફરોના RTPCR રિપોર્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ આપવાની મંજૂરી આપી છે. ત્યારે સરકારના પરિપત્રને અમદાવાદનું વહીવટી તંત્ર ઘોળીને પી ગયુ છે.
અન્ય રાજ્યથી ગુજરાત આવનારાઓ માટે ૧ એપ્રિલથી RT-PCR ટેસ્ટ ફરજીયાત કરાયો છે. ગુજરાતમાં પ્રવેશના છેલ્લા ૭૨ કલાકમાં RT-PCR ટેસ્ટ કરાવેલો હોવો જોઇએ અને તે નેગેટિવ હોવો અનિવાર્ય છે. આ ઉપરાંત ૧ એપ્રિલથી અન્ય રાજ્યથી ગુજરાત આવનારા તમામ પ્રવાસીનું પહેલા સ્ક્રીનિંગ કરાશે અને પછી જ પ્રવેશ અપાશે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં થઇ રહેલા સતત વધારાને પગલે આ નિર્ણય લેવાયો છે.
પહેલા સ્ક્રીનિંગ કરાશે અને પછી જ પ્રવેશ અપાશે
ગુજરાત સંભવતઃ એવું સંભવિત પ્રથમ રાજ્ય છે જેણે અન્ય રાજ્યોમાંથી આવનારા માટે RT-PCR ટેસ્ટ ફરજીયાત કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જણાવ્યું કે, ‘રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે રાજ્ય સરકાર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે જેના ભાગરૃપે મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી ગુજરાત પ્રવેશ ઇચ્છુક તમામ નાગરિકોએRT-PCR ટેસ્ટ ફરજિયાત કરાવેલો હોવો જરૃરી છે અને જે નાગરિકોનો ટેસ્ટ નેગેટિવ હશે તેને જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગુજરાતમાં આવતા તમામ વ્યક્તિઓએ પ્રવેશના છેલ્લા ૭૨ કલાકમાં RT-PCR ટેસ્ટ કરાવેલ હોવો જોઇએ અને રીપોર્ટ નેગેટીવ હોવો અનિવાર્ય છે.
છેલ્લા ૭૨ કલાકમાં RT-PCR ટેસ્ટ કરાવેલ હોવો જોઇએ અને રીપોર્ટ નેગેટીવ હોવો અનિવાર્ય
મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વ્યક્તિઓનું સઘન સ્ક્રીનીંગ થયા બાદ જ તેમને ગુજરાતમાં પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે પરંતુ દેશ ના ઘણા રાજ્યોમાં વધી રહેલા કોરોના વાઈરસના સંક્રમણને ધ્યાને લેતા તેમજ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા વ્યક્તિઓમાં સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળતું હોઈ દેશના અન્ય રાજ્યોમાંથી આવતા મુસાફરોના ટેસ્ટ કરાવવાનું જરૃરી હોઈ ગુજરાત રાજ્યમાં અન્ય રાજ્યોમાંથી કોવડ-૧૯ નાં કેસોનો વ્યાપ ન વધે તે માટે તકેદારીના ભાગ રૃપે એપિડેમિક ડીસીઝ એકટ અન્વયે મળેલ સત્તાની રૃએ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ ઈચ્છુક તમામ વ્યક્તિઓએ છેલ્લા ૭૨ કલાકમાં ટેસ્ટ કરાવેલ હોય અને તે નેગેટિવ હોય તેઓને જ પ્રવેશ મળવાપાત્ર થશે.અન્ય ૨ાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ માટે આવતા તમામ વ્યક્તિઓનું સ્ક્રીનિંગ ફ૨જયાત પણે ક૨વાનું રહેશે. આ હુકમ ૧ એપ્રિલ થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31